
તા.૧૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય કે
દાહોદની ધર્મપ્રેમી જનતાને જણાવતા આનંદ થાય છે કે શ્રી સંતકૃપા સત્સંગ પરિવાર દ્વારા શારદાપીઠાધિશ્વર શ્રીજગતગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજ ના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરેલ છે. સૌ નગર જનો ને તેનો લાભ લેવા વિનંતી છે. તા.૧૯ ડિસેમ્બર ના રોજ સાંજે ૪:૩૦ કલાકે પૂજ્યશ્રીનું આગમન થશે જેનુ સ્વાગત હાઇવે ઉપર બાલાજી હોટલથી ભવ્ય બાઈક કરેલી ના આયોજન સાથે થશે
તથા ૨૦ ડિસેમ્બર ના રોજ મીરાખેડી ખાતે ભીલ સેવા મંડળ આશ્રમશાળામાં સવારે ૧૦ થી ૧૨ પ્રવચન તથા તે દિવસે સાંજે સંત કૃપા ભવન પડાવ ખાતે ૪ થી ૬ કલાકે જિલ્લાના સંતો સાથે સત્સંગ કાર્યક્રમ અને ૨૧.૧૨.૨૦૨૪ ના રોજ નગરાળા મુકામે શ્રી જી. પી. ધાનકા સંચાલિત આશ્રમ શાળામાં પ્રવચનનો કાર્યક્રમ સવારે ૧૦ થી ૧૨ તથા ૨૧:૧૨:૨૪ સાંજે સંત કૃપા ભવન ખાતે સમગ્ર નગરજનો માટે આશીર્વાદ નો કાર્યક્રમ છે તથા તારીખ.૨૨.૧૨.૨૦૨૪ ના રોજ દેવધા ખાતે પૂજ્ય શ્રી ગંગુમહારાજ આશ્રમે આશીર્વાદ કાર્યક્રમનું આયોજન મંડળ દ્વારા કરવામાં આવેલ છે”સંતકૃપા” માનવસેવા તથા સંતસેવાના ઉદ્દેશ્યથી કાર્યરત છે તેથી પ્રયાસ કરીને દાહોદ નગર મા પ્રથમવાર શ્રી દ્વારકા પીઠાધીસ્વરવશંકરાચાર્ય ના દર્શન પાદુકા પુજન, ૨૫ સો વર્ષ પૌરાણિક ચંદ્ર મહાદેવના દર્શન તથા તેમની મધુર વાણી તથા ધર્મ તેમજ જીવનના સાચા સિદ્ધાંતો ની સમજ તેમજ સુખમય જીવન જીવવા માટે નગર, સમાજને નીરોગી, સદ્ભાવના, પ્રેમ વહેંચવાના શુભ ઉદ્દેશ્યથી મંડળ દ્વારા તેઓની આ યાત્રા નુ આયોજન કરેલ છે તેથી રામરોટી મંડળ, શ્રી સંત કૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ દ્વારા સૌ જિલ્લાના નગરજનોને લાભ લેવા વિનંતી છે



