નબીપુર સાર્વજનિક હાઇસ્કુલના નવીનીકરણ થતા શાળા પરિવાર તરફથી સત્કાર સમાંરંભ યોજાયો, શાળા કમિટી અને ગામના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.


સમીર પટેલ, ભરૂચ
ભરૂચ તાલુકાના નબીપુર ખાતે આવેલ ધી નબીપુર સાર્વજનિક હાઇસ્કુલ નું હાલનું મકાન 1971 મા નિર્માણ પામ્યું હતું. પણ સમય જતા તેનું નવીનીકરણ ખૂબજ જરૂરી થઈ ગયું હતું. જેના માટે ગામના સમાજ સેવકો અને પત્રકાર સલીમભાઈ કડુજી અને શોકતભાઈ સરમી એ આ કામ માટેનું બીડું ઝડપી લીધું હતું. તેઓએ તેમનો કિંમતી સમય આપી UK સ્થિત નબીપુરના NRI ગ્રામજનો ના સહયોગ થકી શાળાના મકાનનું નવીનીકરણ નું કામ આટોપ્યું હતું અને શાળાને એક નવી ઓળખ આપી છે. તેઓના આ કામને બિરદાવવા માટે નબીપુર હાઇસ્કુલ પરિવાર દ્વારા તેમનો સત્કાર સમારંભ યોજ્યો હતો. જેમાં નબીપુર એજ્યુકેશન એન્ડ વેલફર કમિટીના પ્રમુખ, ઉપપ્રમુખ, સભ્યો સહિત ગામના આમટ્રીટ મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શરૂઆતમાં શાળાના બાળાઓ દ્વારા સ્વાગત ગિત રજુ કરાયું હતું. ત્યારબાદ શાળાના પ્રિન્સિપલ દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું. શાળા પરિવાર તરફથી વિશેષ મહેમાનો અને શાળાના નવીનીકરણ મા હિસ્સો આપનાર સર્વેનું પુષ્પમાળા પહેરાવી સ્વાગત કરાયું હતું. શાળાના વિદ્યાર્થી હુસૈન કડુજી દ્વારા તેમના વક્તવ્યમાં શાળાનો ટૂંકો ચિતાર રજુ કરાયો હતો અને શાળા કમિટીને મકાનની જાણવણી કરવા અંગે અપીલ કરી હતી. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષકે સૌ નો આભાર વ્યક્ત કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી હતી.




