
વિજાપુર તાલુકા ના ખરોડ ગામને જોડતો પામોલ તરફ જતો રોડ ખાડાખૈયા વાળો બન્યો રોડ નુ સમારકામ ની ગ્રામજનો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકાના ખરોડ ગામમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલના માદરે વતન ખરોડ ગામમાં 8 થી 10 હજાર વસ્તી ધરાવતા ખરોડ ગામનો આઠ થી ૧૦ કિલો મીટર નો રોડ ભંગાર ખાડા ખૈયા વાળું બની ગયું છે. જેમાં ખરોડ થી પામોલ અને ખરોડ થી મંડાલી બંને રોડ ઉપર માથાના દુઃખાવા સમાન બની રહયો છે.ખરોડ થી પામોલ વિજાપુર વિસનગર હાઈવે રોડ જોડતો,8 કિ.મી રસ્તો ખખડી જતાં વાહન ચલાકો ખાડામાં પટકાય છે અને વાહનોના સ્પેર પાટૅસ નુકસાન થઈ રહ્યું છે તેમજ વાહન ચાલકો ના કરોડ રજજુના મણકા ખસી જાય તેવી ખાડા પડી ગયા હોવાથી આ રોડ નુ સત્વરે મરામત કરાવવા ગ્રામજનો મા માંગ એ ઉઠી છે. આ રોડ પર અસંખ્ય ખાડા પડી જવાથી વાહન ચાલકો ને અહીથી પસાર થવામાં મુશ્કેલી નો સામનો કરવો પડે છે. મસમોટા ખાડાઓને કારણે વાહનો પટકાય છે. માથાના દુઃખાવા સમાન બની ગયો છે. મસમોટા ખાડાના કારણે કઈ જગ્યાએ થી વાહન લઈ નીકાળવું તે કઠીન પ્રશ્ન ઊભો થાય છે જેથી ઘણી વખત અકસ્માત થતા થતા પણ રહી જાય છે. આ ઉપરાંત ગેરીતા કોલવડા ચડાસણ અને વ્યાસ પાલડી કુકરવાડા વિહાર જવા માટે ખરોડ થી પામોલ જવા માટે ટાઈમ 10 મિનિટનો ટાઈમ થાય છે તેની જગ્યાએ હાલ ,એક કલાક નીકળી જાય છે જેનાથી લોકો ના સમય પણ સાચવતો નથી. નજીક મા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ હોવાથી દર્દીઓ લઈ જવા લાવવા મા તકલીફ ઊભી થાય છે. સરકાર આ રોડ ઉપર આવેલા ખાડા ટેકરા સત્વરે નિકાલ કરે તેવી ગ્રામજનો ની માંગ ઉઠી છે.




