DEDIAPADAGUJARATNARMADA

ડેડીયાપાડામાં નિગટ ગામથી કામો ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં લોકોમાં ઉગ્ર રોષ ની લાગણી

ડેડીયાપાડામાં નિગટ ગામથી કામો ને જોડતો રસ્તો બિસ્માર હાલતમાં લોકોમાં ઉગ્ર રોષ ની લાગણી

 

તાહિર મેમણ – ડેડીયાપાડા – 31/12/2025 – આ નાના રસ્તાને નેશનલ હાઇવે ના ડાઈવરજનનો ઉપયોગ લેવામાં કારણે રસ્તો તદ્દન બિસ્માર થયો છે ગ્રામીણ રસ્તા ઉપર નેશનલ હાઇવે ના વાહનો દોડે છે છતાં તંત્ર કોઈ પગલાં લેતું નથી જેનાથી ગ્રામ્મણોને તકલીફa. મુકાયા છે

 

ડેડીયાપાડા તાલુકાના નીગટ થી તાપદા જતો મુખ્ય માર્ગ હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં હોવાથી લોકો ખૂબ જ મુશ્કેલીના સામનો કરી રહ્યા છે આ રસ્તો તૂટી ગયેલો છે જ્યાં જોઈએ ત્યાં ખાડા પડી ગયા છે જે મોટરસાયકલ વાળા અને કારવાળાને પણ મુશ્કેલીમાં મૂકી રહ્યા છે તે ઉપરાંત મોટી ગાડી ના પણ ટાયરો માં નુકસાન થઈ રહ્યું છે પરંતુ દુઃખની વાત એ છે કે આ રસ્તા ઉપર જે નાના વાહનો માટે હતો તેના ઉપર મોટા એક્સલ વાળા વાહનો પસાર થવા નેશનલ હાઈવે દ્વારા ડાયવર્ઝન જ આપવામાં આવતા મોટા મોટા વાહનો આ રોડ પર પસાર થયા હતા આ રસ્તો ફક્ત નાના વાહનો માટે જ હોવા છતાં મોટા મોટા વાહનોને પસાર થવા દેવામાં આવે છે આ રોડ ઉપર

.નિંગટ થી આંબા ચોકડી 15 k.m.(નિંગટ, ઝરણાવાડી ,ખુપર , ચુલી, નવાગામ પાનુડા, બોરીપીઠા, ખૈડીપાડા,આંબાચોકડી, તાબદા, આવેલ છે પરંતુ આ ગામો બિલકુલ રોડ પર આવેછે.

આ ઉપરાંત બીજા ગામો પણ આવે છે. જેથી તાત્કાલિક ધોરણે નવો રોડ બનાવવાની માંગ સ્થાનિક આગેવાનોએ કરી છે આ રોડ ઉપર

એકલો

ધૂળ ઉડે છે. ટુ વિહકલ વાળા ને ઘણી તકલીફ પડે રોજે રોજ એકસીડન્ટ થઈને પડવા વાગવાના બનાવો બને છે અને બીજી તરફ મોટા મોટા વાહનો પસાર થાય છે તો જીવનું પણ જોખમ ઊભૂ થાય છે જેથી તાત્કાલિક નવો રોડ મંજૂર કરાવીને બનાવવાની માંગ કરી છે

 

Box 1

આ બાબતે સ્થાનિક સામાજિક આગેવાન ફતેસિંહભાઈ વસાવા જણાવ્યું હતું કે સંખ્યાબંધ વખત અમે લોકોએ રજૂઆત કરી છે છતાં પણ આ રસ્તાનું કામ મંજુર થતો નથી અને રોડ બનતા નથી જેના કારણે આ વિસ્તારમાંથી પસાર થવો અમારા માટે ખૂબ જ મુશ્કેલ બન્યું છે જેથી તાત્કાલિક ધોરણે આ રોડ બને તેવી માંગ કરી છે

 

Box 2

ચંપકભાઈ વસાવા સરપંચ

બોરીપીઠા

તેમણે જણાવ્યું છે કે અમારા વિસ્તારમાં આ રોડ ખૂબ જ મહત્વનો છે પરંતુ મોટા મોટા વાહનોના કારણે આ રોડ તૂટી ગયો છે તો તાત્કાલિક ધોરણે આ રોડ રીપેર કરવો જોઈએ અથવા નવો બનાવવો જોઈએ કારણ કે સામાન્ય જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તાલુકા કક્ષાએ પહોચવામાં અગવડ પડે છે અને જો જલ્દી નહીં થાય તો અમારે આવેદનપત્ર આપી આંદોલન કરવાની જરૂર પડશે .

Back to top button
error: Content is protected !!