
ઘણાં લાંબા સમયથી અજાબ થી કરેણી સુધીનો રોડ ખુબ જ ખરાબ હાલતમાં હોય આ બાબતે અજાબ સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા આ વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમને આ બાબતે રજૂઆત કરી હતી અને વહેલી તકે આ રોડ નવો બને.તેના અંનુસંધાને ધારાસભ્ય શ્રી દ્વારા રાજય સરકારમાં રજુઆત કરી અને આ રોડ માટે પાંચ કરોડ ની રકમ મંજુર કરાવેલ હતી.અજાબ થી કણેરી રોડ ૬.૩ કિલોમીટર નવીનીકરણ અર્થે મંજૂર થયેલ રૂપિયા ૫ કરોડના ખર્ચે રોડ કામગીરી ચાલુ કરવામાં આવેલ આજ રોજ આ રોડના કામની શરૂઆત ધારાસભ્ય દેવાભાઈ માલમના હસ્તે કરવામાં આવી હતી આ પ્રસંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ ખટારીયા, તાલુકા ભાજપ પ્રમુખ જયદિપસિંહ સોલંકી અજાબ ગ્રામ પંચાયત સરપંચ મગનભાઈ અઘેરા અને જીલ્લા પંચાયત સદસ્ય ધર્મિષ્ઠાબેન કમાણી, ભનુભાઈ ઓડેદરા, તાલુકા પંચાયત પ્રમુખ વગેરે હોદેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે અજાબના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





