
કેશોદ તાલુકાનુ મોટા માં મોટું ગામ એટલે અજાબ આજુ બાજુ ના અનેક ગામડા નું ખરીદીનું હબ છે તેમજ આરોગ્ય સુવિધા માટે પણ ગામડા નિ પ્રજા અજાબ આવતી હોય છે આવી સ્થિતિમાં અજાબ થી કણેરી જતો મેઈન રસ્તાની હાલત ખુબજ ખરાબ હોય અનેક વાર આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી હોય છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં નથી આવ્યા નેતા ગીરી વિહોણા અજાબ – કણેરી રોડ ની બિસ્તર હાલત લોકો ની પારાવાર હાલાકી ચુંટણી ઓ સમયે ડોકાં કાઢતા નેતા ઓને લોકો મત થી જવાબ આપશે સતાધારી પક્ષ વિવેક ભુલ્યો અને વિરોધ પક્ષ નબળો સાબિત થયો આખરે પ્રજા એ જ બધું સહન કરવાનું હવે સમય આવ્યો છે ઈટ નો જવાબ પથ્થર થી આપવાનો કેશોદ તાલુકાના કણેરી થી અજાબ સુધી નો મુખ્ય રોડ પર અત્યારે વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું છે ઘણા સમય થી ધારાસભ્ય ને તેમજ લાગતા વળગતા અધિકારીઓ ને આ રોડ માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે હોય તે જવાબ મળે છે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટુંક સમયમાં શરૂ થશે રજુઆત કરો એટલે એકાદ કિલોમીટર સુધી ખાડા પર કાંકરી નાખી ને થીંગડા મારવા ની કામગીરી કરવા આવે છે પછી પાછું હતું તે જ તેજ હવે સ્વયંભૂ લોકો એ જ જાગવું પડશે જો રોડ ની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરવા મા આવે તો આગામી દિવસોમાં પ્રજા ના રોષનો ભોગ ચુંટણીઓ મા નેતા ઓ ને ચાખવા મળશે ભાજપ ના ગઢ ગણાતા આ વિસ્તારમાં નવા જુની ના એઘાણ જોવા મળે તો નવાઈ નહીં રોડ રસ્તા મુદ્દે યુવાન મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ અપનાવે અને સરકારી તંત્ર સામે બાંયો ચડાવે તેવુ લાગી રહ્યુ છે
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ






