BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

‘તમે પેસેન્જરને ચેક કરો તો પ્લેન ચેક કેમ ન કર્યું?:’ધ્યાન ન આપી શકતા હોવ તો બંધ કરી દો તમારી એરલાઇન્સ’ મૃતક સાહિલના પરિવારજનોનો આક્રોશ

મૃતક સાહિલના પિતા અને ભાઇ.
મૃતક સાહિલની બહેન અને માતા.

સમીર પટેલ, ભરૂચ

અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં જંબુસર તાલુકાના સારોદ ગામના ભાજપના આગેવાન સલીમ પટેલનો પુત્ર સાહિલ પણ કાળનો કોળિયો બન્યો છે. જે બે વર્ષના વર્ક પરમિટ પર લંડન જવા નીકળ્યો હતો. મૃતક સાહિલના પરિવારજનોએ એર ઇન્ડિયાની ઘોર બેદરકારીના આક્ષેપ કર્યા છે. સાહિલના માતા-પિતા અને બહેન-ભાઇએ આક્રોશ સાથે જણાવ્યું કે, પ્લેન દિલ્હીથી આવ્યું તે સમયે એ.સી અને ટેકનિકલ ખામી હોવાનું પેસેન્જરોએ જણાવ્યું હતું. તમે પેસેન્જરને ઉપથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો તો પ્લેન ચેક કેમ ન કર્યું? આવી ખરાબી હોય તો બંધ કરી દો આવી સર્વિસ.
મૃતક સાહિલની માતા સાયરા સલીમભાઈ પટેલે આક્રોશ સાથે જણાવ્યું કે, પ્લેનમાં ટેક્નિક ખામી હતી, દિલ્હીથી આવી ત્યારે બધા કહેતા તા કે એ.સી. નથી ચાલતી, તો સર્વિસ કેમ ન કર્યુ? તમે પેસેન્જરને ઉપથી નીચે ચેક કરો, બધી વસ્તુ ચેક કરો તો પ્લેન ચેક કેમ ન કર્યું? બંધ કરી દો આવી સર્વિસ.. મારા છોકરા સાથે કેટલા છોકરા જતા રહ્યા.. આવી ખરાબી હોય, આટલું ધ્યાન ન આપી શકતા હોવ તો બંધ કરી દો તમારી એરલાઇન્સ.. મારો છોકરો પાછો આપશો? તમારી જવાબદાકી નિભાવી ન શકતા હોય તો બંધ કરી દો, કોઇકના જીવ ન લેશો. બે વર્ષથી મારો છોકરો ફોર્મ ભરતો તો ત્યારે હવે જવાનું થયું ને એરઇન્ડિયાએ મારા છોકરાનો જીવ લીધો.
મૃતક સાહિલની બહેન સાહિસ્તાએ ભારે હૈયે જણાવ્યું કે, મારો 25 વર્ષનો નાનો ભાઇ જતો રહ્યો…બધા કહેતા તા કે દિલ્હીથી પ્લેન આવ્યું ત્યારે પણ એમાં ખરાબી હતી, તો ચેક કેમ ન કર્યું.. હજી 600 મિટરની ઉડાન ભરીને પ્લેન પડી ગયું મારો ડાયો ભાઇ મરી ગયો મારી મા કંઇ રીતે જીવશે? તમે તમારા ફાયદા માટે કોઇના જીવ ન લો.. પ્લેનવાળાની ભૂલના કારણે મેં મારો ભાઇ ગુમાવ્યો..
મૃતક સાહિલના ભાઇ સમીરે જણાવ્યું કે, મારો ભાઇ બે ત્રણ વર્ષથી ટ્રાય કરતો હતો, મેળ પડતા એ ખુબ ખુશ હતો. ફ્લાઇટને ચેક જ ન કરી. એરઇન્ડિયાની ભૂલના લીધે જ મારો ભાઇ મરી ગયો.. આ લોકો કોઇ ધ્યાન નથી દેતા. જેનું માણસ જાય, જેના પર વિતે એને ખબર પડે કે શું ગુમાવ્યું છે. જો તમે પ્લેનને ચેંક કર્યું હોત તો મારો ભાઇ જીવતો હોત.
મૃતક સાહિલના પિતા સલિમભાઇએ જણાવ્યું કે, દિલ્હીના પેસેન્જરોની બુમરાણ હતી તો ખરેખર પ્લેનને ચેક કરવું જોઇએ. મેં મારો નાનો દીકરો ગુમાવ્યો છે. મારી સરકારને વિનંતી છે કે કોઇપણ ફ્લાઇટ આવે એને ચેક કરો, કોઇને પોતાનો પુત્ર ન ગુમાવવો પડે. સાહિલને બે વર્ષની વર્ક પરમિટ લંડનની સરકારે આપી હતી એ જવા નીકળ્યોને અનંતની વાટે ચાલ્યો ગયો..

Back to top button
error: Content is protected !!