કાલોલના વેજલપુર ગામે વિઘ્નહર્તા ગણેશજીની પ્રતિમાઓનું ભારે ભક્તિમય વાતાવરણ વચ્ચે વાજતે ગાજતે વિસર્જન.

તારીખ ૦૨/૦૯/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના વેજલપુર ગામે શ્રીજીનુ છ- દિવસ નું આતિથ્ય માનયા બાદ વિસર્જન યાત્રા પરંપરા મુજબ સાર્વજનિક ગણેશ સાથે રામજી મંદિરેથી નીકળી હતી આ વિશાળ નગર યાત્રાની રામજી મંદિર થી શરૂઆત કરવામાં આવી હતી અને આ યાત્રા માં વિવિધ ગણેશ મંડળો ગણપતિ અને ડી.જે તેમજ ઠોલ નગારાના તાલે દેશ ભક્તિ ગીતો સાથે યાત્રામાં મોટી સંખ્યામાં ગણેશભક્તો જોડાયા હતા. આ યાત્રામાં મોટી કાછીયાવાડ નાનીકાછીયાવાડ સોનીવાડ મોટાપરા ખેડા ફળિયા ભોઈવાડા તેમજ વિવિધ મંડળોના ગણપતિ સાથે સામેલ થયા હતા.આ યાત્રા રામજી મંદિરેથી નીકળી વિવિધ વિસ્તારો જેવા કે મોટી કાછીયાવાડ મેન બજાર હોલી ચકલામાં અને મુસ્લિમ વિસ્તારમાં આવતા મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કર્યું હતું અને ત્યાર બાદ દીવાન ફળિયા અને નાની કાછીયાવાડ માળી ફળિયા મંદિર ફળિયા મુખ્ય બજાર ગામ પંચાયત પોલીસ સ્ટેશન થઈ મોટા તળાવ ખાતે નાના મોટા ગણપતિ દાદાનુ નુ વિસર્જન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ ગણપતિદાદાને મનાવી અને ગણપતિદાદા મોરિયા આવતે વર્ષે લોકર્યા ના સુત્રો સાથે વિસર્જન કર્યું હતુ આ યાત્રામાં ખુબજ મોટા પ્રમાણમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને આમ વધુમાં ગણેશ વિસર્જનના ભાગરૂપે કાલોલ નગરપાલિકા ફાયર વિભાની ટિમ તેમજ તરાપા ની વ્યવસ્થા તરવ્યાની વ્યવસ્થા કરવામાં આવી અને આમ વિસર્જન બંદોબસ્તમાં કાલોલ મામલતદાર તેમજ હાલોલના ડી.વાય.એસ.પી રાઠોડ વેજલપુર પોલીસ સ્ટેશનના પી.આઈ એમ.બી.ગઢવી દ્વારા સુંદર બંદોબસ્ત યોજ્યો હતો પંચમહાલ પોલીસ વડાએ વેજલપુર ગણેશ વિસર્જન રૂટ ઉપર નિરીક્ષણ કરી મુસ્લિમ સમાજનાં આગેવાનો સાથે મુલાકત કરી હતી આમ વિસર્જન દરમિયાન પોલીસે ખડે પગે રહી ફરજ બજાવી હતી વેજલપુર માં અંદાજીત ૧૫ થી વધુ મોટી મૂર્તિઓ તેમજ નાની મૂર્તિઓનું વેજલપુર મોટા તળાવ ખાતે વિસર્જન કરાયું હતું ત્યારે આ વિસર્જનના બન્ને સમાજના આગેવાનો પણ ખુબજ મેહનત કરી હતી અને આમ શાંતિ પુણ માહોલ માં ગણેશ વિસર્જન પુર્ણ થતા વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.








