AHAVADANGGUJARAT

ડાંગ: બારખાંધ્યા અને બાજ સહિતના ગામોમાં રૂ.૬૦૦ લાખના ખર્ચે નિર્માણ થનાર રોડનું ખાતમુહર્ત વિજયભાઈ પટેલના હસ્તે કરાયું.

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ તારીખ ૨૧ માર્ચ ૨૦૨૬ ના રોજ ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડકશ્રી વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલની ઉપસ્થિતમા વઘઇ તાલુકાના બારખાંધ્યા અને બાજ ગામે ડાંગ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના કુલ રૂપિયા ૬૦૦ લાખના ખર્ચે નિર્મિત થનાર અંતરિયાળ વિસ્તારના ૯ ગ્રામ્ય માર્ગોના ખાતમુહર્ત કાર્યક્રમ યોજાયો હતો.

ડાંગ જેવા અંતરિયાળ વિસ્તારના ગ્રામ્ય માર્ગોના નવિનિકરણ માટે રાજ્ય સરકાર અગ્રતાના ધોરણે કામ કરી રહી છે તેમ નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલે પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું.

રાજ્યની સંવેદનશીલ સરકાર લોકોની માંગણીને ધ્યાને રાખી છેવાડાના લોકો સુધી વિકાસ પહોચાડવા પ્રતિબ્ધ્ધ છે. સૌના સહિયારા પ્રયાસો અને સાથ સહયોગથી ડાંગની પ્રાથમિક જરૂરિયાતના તમામ કાર્યો પૂર્ણ કરવાની રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતાં શ્રી પટેલે, ડાંગ જિલ્લાના થઈ રહેલા સર્વાગિણ વિકાસનો ખ્યાલ આપ્યો હતો.

વધુમાં ડાંગમાં લોકોને પીવાનું પાણી ઘર ઘર મળી રહે તે માટે તાપી આધારિત ૮૬૬ કરોડની યોજનાની કામગીરી ચાલી રહી છે. સિંચાઈ આધારિત ખેતીમાં પાણીની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં અને ડાંગનું પાણી ડાંગમાં રોકવા માટે જિલ્લાની પાંચેય નદીઓ ઉપર નાના ડેમો બનાવવામાં આવનાર છે. હાલ ઘોઘાલી ઘાટમાર્ગમાં સિરીઝ વાઇસ કુલ રૂપિયા ૫૭. ૪૭ કરોડના ખર્ચે નિર્માણ થનાર પાંચ વિયરો બનાવવામાં આવી રહ્યાં છે.

વર્તમાન સરકાર દ્વારા ડાંગ જિલ્લામાં રસ્તા, પાણી, સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે તેમ શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું.

પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના ખાતમુહર્ત થયેલ આ રસ્તાઓમાં ૧) દગડપાડા પીપલસોંઢા રોડ, રૂ.૫૫.૦૦ લાખ, ૨) બારખાધ્યા ચિકાર ફળિયા રોડ, રૂ.૩૮.૦૦ લાખ, ૩) બારખાંધ્યા નિચલા ફળિયા થી ઉપલા ફળિયા રોડ, રૂ.૨૦.૦૦ લાખ, ૪) બારખાંધ્યા મઇન રોડ થી હાટકોરા તરફ જતો રોડ (બારખાંધ્યા ખીરમાણી દગડપાડા ભુરભેંડી રોડ), રૂ.૨૦.૦૦ લાખ, ૫) દગડપાડા પીપલસોંઢા રોડ (ગામના આંતરિક રોડ), રૂ.૨૦.૦૦ લાખ, ૬) બાજ વી.એ. રોડ, રૂ.૧૪૦.૦૦ લાખ, ૭) બાજ મેઇન રોડ ટુ મલીન રોડ, રૂ.૧૮૭.૦૦ લાખ, ૮) લવાર્યા ગામે સ્મશાન તરફ જતો રોડ, રૂ.૫૦.૦૦ લાખ, ૯) ચિકાર (રંભાસ) રોડ, રૂ.૯૦.૦૦ લાખ, જે કુલ રૂપિયા ૬૦૦ લાખના ખર્ચે નિર્માણ થનાર કુલ ૯ રોડનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વઘઇ તાલુકા પંચાયતના માજી પ્રમુખ ચંદરભાઇ ગાવિત સ્થાનિક પદાધિકારીઓ  સહિત પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ડાંગ જિલ્લા પંચાયતના, પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તકના આ રસ્તાઓ ગ્રામ્ય વિસ્તારના લોકોને ખુબ જ ઉપયોગી સાબીતરૂપ થશે. તેમજ મુસાફરો માટે સુરક્ષિત તથા આરામ દાયક વાહન વ્યવહાર થઇ શકશે.

Back to top button
error: Content is protected !!