BHARUCHNETRANG

SRF ફાઉન્ડેશન દ્વારા તાલુકા સ્તરની શૈક્ષણિક સ્પર્ધાનુ  પ્રા.શાળા વિજયનગર ખાતે આયોજન કરવામાં આવ્યું

 

 

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

 

નેત્રંગ:  એસ. આર. એફ ફાઉન્ડેશન દ્વારા શૈક્ષણિક સ્પર્ધાનું પ્રાથમિક શાળા વિજયનગર ખાતે અયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૬ ગામોની ૧૮  શાળાના ૩૬૦  બાળકો અને 3૬ શિક્ષકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક અને  ઉચ્ચતર પ્રાથમિક શાળાના બાળકો માટે વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

આ શૈક્ષણિક સ્પર્ધાનુ શુભારંભ મુખ્ય અથિતિ નેત્રંગ તાલુકા વિકાસ યોગેશ પાવર, મોરિયાના શાળા ના આચાર્ય દિવાનજીભાઈ, કુમાર શાળા નેત્રંગના આચાર્ય અનીતાબેન ના હસ્તે કરવામા આવ્યુ. SRF પ્લાન્ટ દહેજ માંથી પધારેલ જીતુભાઈ ચૌહાણ, અજય ગોહિલ તેમજ શાળાના આચર્યો તેમજ શિક્ષકો અને શાળાના બાળકો ઉપસ્થિતિ રહ્યા હ્તા.

 

વિવિધ સ્પર્ધાઓ અને અલ્ગ અલ્ગ  વિષય પર જામ ,જસ્ટ મીનીટ, સ્પેલ બી, કાવ્ય  સ્પર્ધા, નિબંધ સ્પર્ધા,  ક્વિઝ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધા દરેક શાળામાથી પહેલા ક્ર્મ આવેલ વિધર્થિઓ અને વિધર્થિનીઓ ભાગ લિધો જેમા દરેક સ્પર્ધામા ૭૨ વિધ્યાર્થીઓએ  ભાગ લિધો હતો .

 

આ તાલુકા સ્તરે  વિજેતા બાળકોને ઇનામ અને પ્રમાણપત્ર ઉપસ્થિત મહેમાનોના હસ્તે આપવામાં આવ્યા હતા અને બાળકોને પ્રોત્સાહિત કરી ઉત્સાહ વધાર્યો હતો.

 

તેમજ 18 શાળા ઓ વચ્ચે કઠપૂતળી  સ્પર્ધા નું આયોજન કર્યું હતું . જેમાં જે શાળાએ સારો દેખાવ કર્યો છે એમને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યા .પ્રા. શાળા વિજયનગર અને પ્રા.શાળા મોરિયાણાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા. નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી યોગેશ પવારે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે એસ.આર.એફ  ફાઉન્ડેશન આવા કાર્યક્રમો બાળકોને પ્રોત્સાહિત કરે છે અને શૈક્ષણિક કાર્ય કરવામાં મદદ હજુ વધારે જિલ્લાની શાળાઓ પોતના કાર્યમા સમાવેશ કરે જેથી વધારે શાળાઓને લાભ લઇ શકે.

Back to top button
error: Content is protected !!