
ફૈઝ ખત્રી…શિનોર
સાધલી ગામ ના જાગૃત નાગરિક જસવંત ભાઈ વણકર દ્વારા તારીખ ..૨૯ / ૨ / ૨૦૨૪ ના રોજ વડોદરા જિલ્લા કલેક્ટર શ્રી તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને લેખિત માં અરજી કરી જણાવ્યું હતું કે સાધલી ગ્રામ પંચાયત ના મહિલા સરપંચ મનિષાબેન પટેલની જગ્યાએ એમના પતિ જયેશભાઈ પટેલ દ્વારા સાધલી ગ્રામ પંચાયતનો તમામ વહીવટ કરતા હોવાનો લેખિત માં અરજી કરી આક્ષેપ કરવામાં આવ્યો હતો.
જ્યારે સાધલી ગામના અન્ય જાગૃત નાગરિક સરફરાઝ નકુમ દ્વારા તારીખ ૧૬ / ૧ / ૨૦૨૪ ન રોજ વડોદરા જિલ્લા કલેક્ટરશ્રી તેમજ વડોદરા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ને લેખિતમાં અરજી કરી હતી જેમાં સરફરાઝ નકુમ દ્વારા અરજી માં સાધલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી તેમજ સરપંચ શ્રી એ સાધલી ગ્રામ પંચાયત ના સ્વ ભંડોળ ના પૈસા પોતાના અંગત કામે વાપર્યા હોય સરકારી તિજોરી ના રૂપિયા નો દુરુપયોગ કર્યો હોય તેઓ બંને વિરુદ્ધ કાયદેસર ફરિયાદ દાખલ કરવા જણાવ્યું હતું.
જેથી તારીખ .૨૯ /૧ / ૨૦૨૫ ના રોજના પત્ર મુજબ જિલ્લા પંચાયત વડોદરા અધિકારીશ્રી દ્વારા શીનોર તાલુકા વિકાસ અધિકારીને તટસ્થ તપાસ કરવાની માંગ તેમજ કસુરવારો સામે પગલાં લેવા જણાવતા સમગ્ર શિનોર પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.જ્યારે સરકારી ગ્રાન્ટનો દુરુપયોગ કરનાર તેમજ ગ્રામ પંચાયતો માં મહિલા સરપંચ ની જગ્યાએ પોતાની મનમાની કરી વહીવટ કરતા સરપંચ પતિઓ લોકોમાં ફફડાટ ફેલાયો છે.
હવે જોવાનું એ રહ્યું છે કે શિનોર તાલુકા વિકાસ અધિકારી શ્રી આ બંને અરજીઓ ઉપર શું ? એક્શન લે છે.




