GUJARAT

ભેદભાવ ન રાખવા માતા સુદીક્ષાજીનું આહવાન

*સેવામાં નિષ્કામ ભાવ જરૂરી*
*- સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજ*

*જામનગર, 26,સપ્ટેમ્બર, 2024:-* 24મી સપ્ટેમ્બરે હરિજન સેવક સંઘ દ્વારા આયોજિત 92 મા સ્થાપના દિવસ નિમિત્તે સદભાવના સંમેલનમાં તેમના પાવન આશીર્વાદ આપતાં સતગુરુ માતા સુદીક્ષા જી મહારાજે ફરમાવ્યું કે, “માનવ ત્યારે જ માનવ બને છે. જો તે દરેક ભેદભાવથી ઉપર ઊઠીને દરેકમાં પરમાત્માનું રૂપ જોઈ નિષ્કામ ભાવ થી દરેકની સેવા કરે.
આ અવસર પર હરિજન સેવક સંઘના અધ્યક્ષ ડો.શંકર કુમાર સાન્યાલ અને ઉપ-પ્રધાન શ્રી નરેશ યાદવે સતગુરુ માતા જી અને નિરંકારી રાજપિતા રમિત જીનું અંગવસ્ત્ર અને સુતરાઉ ખેસ પહેરાવીને સ્વાગત તથા સન્માન કર્યું.દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત આ ધરોહરના સ્થાપના દિવસે તેમની પ્રેરણાની નિશાની એક ચરખાનું લઘુ સ્મૃતિ ચિહ્ન પણ સેવક સંઘ વતી સતગુરુ માતાજીને અર્પણ કરવામાં આવ્યું હતું.
જામનગર ના સંયોજક શ્રી મનહરલાલ રાજપાલ જી જણાવ્યું કે જયાં હરિજન સેવક સંઘના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત અને સરસ્વતી વંદના ગાયા હતા, ત્યાં નિરંકારી ઇન્સ્ટિટ્યૂટ ઑફ મ્યુઝિક એન્ડ આર્ટ (નીમા)ના બાળકો દ્વારા ગાંધીજીના પ્રિય ભજન “વૈષ્ણવ જન” અને અન્ય ભક્તિ ગીતો પણ ગાયા હતા. સેવક સંઘના અધ્યક્ષ શ્રી સાન્યાલે ગાંધીજી અને કસ્તુરબા જીના માર્ગદર્શનનો ઉલ્લેખ કરીને જ્યાં એક તરફ સંઘના ઉપક્રમોનો ઉલ્લેખ કર્યો તો બીજી તરફ સંત નિરંકારી મિશનની વિચારધારાને અનુસરીને “વસુધૈવ કુટુંબકમ” થવાની સંભાવના વ્યક્ત કરતા સતગુરુ માતા જી નો આભાર માન્યો. તેમણે સામાજિક ઉત્થાન માટે નિરંકારી મિશનના સતત પ્રયાસોની પણ પ્રશંસા કરી.
આ અવસર પર નિરંકારી રાજપિતા જીએ પણ આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે સતગુરુ થી પરમાત્માની પ્રાપ્તિ થયા પછી મનુષ્ય દરેકના દુઃખને પોતાનું દુઃખ સમજીને અનુભવે કરે છે અને આ ભાવથી અહંકાર રહિત સેવાને પ્રાપ્ત થાય છે.
કાર્યક્રમના અંતમાં સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશનના સચિવ, શ્રી જોગીન્દર સુખીજાએ આભાર વ્યકત કરતાં હરિજન સેવક સંઘના સમસ્ત ભારતભરમાંથી આવેલા સદસ્યો અને વિશિષ્ટ અતિથિઓનો આભાર માન્યો હતો અને તેમને નવેમ્બર માં આયોજિત થવાવાલા 77મો વાર્ષિક નિરંકારી સંત સમાગમ ને માટે પણ આમંત્રિત કર્યા હતા તેમ
સંત નિરંકારી મંડળ – જામનગરના આરવિંદ માધવાણીએ જણાવ્યુ છે

____________________________

bharat g.bhogayata

b.sc.,ll.b.,d.n.y.(GAU)

gov.accre.Journalist

jamnagar

8758659878

bhogayatabharat@gmail.com

Back to top button
error: Content is protected !!