
ફૈઝ ખત્રી..શિનોર
વાત કરવામાં આવે તો છેલ્લા પાંચ વર્ષથી શિનોર તાલુકાના મીઢોળ ગામ ની શાળાને નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી હતી..
ત્યારબાદ છેલ્લા પાંચ વર્ષથી બાળકો એક નાના ઓરડામાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા છે.
ગ્રામજનોની અનેક રજૂઆતો છતાં આજ દિન સુધી શાળા નું બાંધકામ કરવામાં આવ્યું નથી.
ત્યારે આજરોજ કરજણના કોંગ્રેસ તાલુકા પ્રમુખ પીન્ટુ પટેલ વેમારડી દ્વારા શાળા ની મુલાકાત લેવામાં આવી હતી..
ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ વર્ષથી શાળાને નવી બનાવવા માટે તોડી નાખવામાં આવી છે પરંતુ ના તો કોઈ તંત્ર કે ના તો કોઈ સ્થાનિક નેતાઓ દ્વારા શાળાને નવી બનાવવામાં કોઈ રસ ના હોય તેમ જણાવ્યું હતું..
પીન્ટુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે શાળાના હોવાને કારણે તેના બાળકોનું ભણતર બગડી રહ્યું છે
જ્યારે સરકાર મોટી મોટી શિક્ષણની વાતો કરતી હોય ત્યારે છેલ્લા પાંચ વર્ષથી શિનોર તાલુકાના મિંઢોળ ગામના બાળકો એક ઓરડામાં બેસીને ભણી રહ્યા છે તે કોઈને જણાતું નથી…
વધુમાં જણાવ્યું હતું કે જો આગામી દિવસોમાં શાળાનું કામકાજ ચાલુ કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસવામાં આવશે એવી ચીમકી આપી હતી..




