
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજના ગ્રામ્ય વિસ્તારની ચકચારી ઘટના : ૧૩ વર્ષીય સગીરાને ગામના જ હવસખોરે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવી
મેઘરજ તાલુકાના ગ્રામિણ વિસ્તારમાં એક આડેધે પોતાની વિકૃતિ ગુમાવી નિર્દોષ સગીરા સાથે દુષ્કર્મ આચરી સગીરાને ગર્ભવતી બનાવી છે જેની પરીવાર જનોને જાણ થતાં પરીવાર સગીરાને લઇ પોલીસ ફરીયાદ માટે પહોચ્યો હતો પોલીસે સગીરાની પુછપરછ કરી આધેડ સામે ગુનો નોધ્યો હતો
મેઘરજ તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારની જ્યાં ૧૩ વર્ષીય સગીરાને પડોશી આધેડે પોતાના હવસનો શિકાર બનાવી સગીરાને ગર્ભવતી બનાવી દેતા પરિવાર પર આભ ફાટ્યુ હોય તેવી સ્થીતીનુ નિર્માણ થયુછે મેઘરજ ના ગ્રામ્ય વિસ્તારમાં એકજ ગામના આજુબાજુ રહેતા આધેડ પડોશીએ સગીરાને હવસનો શિકાર બનાવી હતી સમગ્ર ઘટના ની જાણ ત્યારે થઈ કે જ્યાંરે સગીરાને સામાન્ય તાવ જેવી અસર થઈ અને દવાખાને લઈ જતા પોતાના પરિવારના સભ્યો ને શંકા જતા સગીરાનુ મેડીકલ કરાવતા આખરે આ સગીરાને ૩ મહિનાનો ગર્ભ ધારણ કરેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી અને પરિવારે આ બાબતે સગીરાને પૂછતા સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો સમગ્ર ઘટના ને લઈ પરિવારે પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ગામના જ હવસખોર સામે પોસ્કો તેમજ દુષ્કર્મ હેઠળ ગૂન્હો દાખલ કરાવ્યો હતો
box…..આધેડ શખ્સના ઘરે સગીરા રમવા માટે રોજ જતી હતી જ્યારે આધેડ શખ્સની પત્ની ઘરે ના હોય તે સમયે આધેડ સગીરા પર દુષ્કર્મ આચરતો હતો
box….સગીરાની તબીયત બગડતાં પરીવાર જનો સારવાર અર્થે હોસ્પીટલ લઇ ગયા હતા જ્યાં પરીવાર જનોએ મેડીકલ ચેકપ કરાવતાં પરીવાર પર આભ ફાટ્યુ હોય તેવી સ્થીતીનૂ નિર્માણ થઇ હતી





