‘આપ’ નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા અને મનોજ સોરઠીયાએ ભાવનગર અને અમરેલીમાં મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક કરી.

આગામી તમામ ચૂંટણીઓની રણનીતિ તથા બુથ લેવલ મુદ્દે રણનીતિ બનાવવામાં આવી: આપ
જે રીતે ભગવાન રામ અને તેમની પ્રજાએ અયોધ્યામાં ભાજપને હરાવી તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપને સત્તામાંથી દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે: આપ
અમદાવાદ/ભાવનગર/અમરેલી/ગુજરાત
આમ આદમી પાર્ટીએ સમગ્ર ગુજરાતના તમામ 55000 બુથોના સંગઠન નિર્માણ માટે મિશન વિસ્તાર કાર્યક્રમની શરૂઆત કરી છે. આજે મિશન વિસ્તાર કાર્યક્રમ હેઠળ ભાવનગર અને અમરેલીમાં બેઠક યોજવામાં આવી હતી. આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી, નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઇટાલીયા, ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજભાઈ સોરઠીયા ભાવનગર અને અમરેલી ખાતે મિશન વિસ્તાર કાર્યક્રમમાં હાજર રહ્યા હતાં. આ બંને મીટીંગોમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ, સ્થાનિક હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
હાલ પ્રદેશની તમામ ટીમો મિશન વિસ્તાર કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતના અલગ અલગ વિસ્તારમાં જઈ રહી છે. આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત સહિત તમામ ચૂંટણીઓની રણનીતિ અને જે પણ લોકો ચૂંટણી લડવા માંગતા હોય તે મુદ્દે આજે ચર્ચા કરવામાં આવી. ભાવનગર અને અમરેલીમાં ખૂબ જ સમસ્યાઓ વકરી ગઈ છે. કોર્પોરેશન ભાજપને આપ્યા બાદ આજે જનતા પસ્તાઈ રહી છે. ગટરની સમસ્યા છે, રોડ રસ્તાઓ નથી, પાણીની સમસ્યા છે, ગંદકીની સમસ્યા ખૂબ જ છે. સ્થાનિક વિસ્તારોમાં સારી હોસ્પિટલો અને સારી સ્કૂલો નથી. આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આવનારા સમયમાં અમારી ટીમો સ્થાનિક કક્ષાએ કાર્યક્રમ કરશે. આમ આદમી પાર્ટીનો ઉદ્દેશ્ય ભાજપને સત્તાથી દૂર કરવાનો છે. જે રીતે ભગવાન રામ અને તેમની પ્રજાએ અયોધ્યામાં ભાજપને હરાવી તે જ રીતે ગુજરાતમાં પણ ભાજપને સત્તામાંથી દૂર કરવાનો અમારો ઉદ્દેશ છે.








