દેવગઢ મહિલા સંગઠનની મહિલાઓએ નવા મનરેગા કાયદાના વિરોધમાં જિલ્લા કક્ષાએ આવેદન આપી જુનો કાયદો યથાવત રાખવા માંગ

તા.૦૨.૦૧.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
De.Bariya:દેવગઢ મહિલા સંગઠનની મહિલાઓએ નવા મનરેગા કાયદાના વિરોધમાં જિલ્લા કક્ષાએ આવેદન આપી જુનો કાયદો યથાવત રાખવા માંગ કરી હતી મહિલાઓ નું કહેવું છે કે નવા કાયદા માં લઘુત્તમ વેતન નો કોઈ ઉલ્લેખ નથી તેમજ બેરોજગારી અને સ્થળાંતર ન પ્રશ્નો માં મનરેગા યોજના અંતર્ગત શ્રમિકો ને મળતી રોજગારી થી તેમનું ગુજરાન ચાલે છે જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં થતા કામો એજન્સીઓ મારફતે કોન્ટ્રાક્ટરો મશીનરી નો ઉપયોગ કરી કામગીરી કરતા હોય છે તેવા સમયે શ્રમિકો ને રોજગાર નથી મળતો સાથે જ ગ્રામ્ય વિસ્તારો માં નેટવર્ક ની તકલીફ ન લીધે ઓનલાઈન કામગીરી ના પણ વિરોધ નોંધાવ્યો હતો નવા કાયદા ને રદ્દ કરી જુની મનરેગા યોજના જ કાર્યરત કરાય તેમજ ગ્રામીણ પરિવારો ને વર્ષ માં 200 દિવસ રોજગાર આપવામાં આવે તેવી વિવિધ માંગો સાથે વિરોધ દર્શાવી ડીડીઓ, ડીઆરડીએ નિયામક અને કલેક્ટર ને રજૂઆત સાથે આવેદન આપ્યું હતું





