અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની વલુણા ગ્રામ પંચાયતના મહિલા સભ્ય ને હોદ્દા પરથી દૂર કરાયા, તાલુકાની આ બીજી ઘટના
મેઘરજ તાલુકામાં ગ્રામ્ય રાજકારણમાં ફરી એક વખત ચકચાર મચી છે. વલુણા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર-૧ની સભ્ય જયાબેન ભવાનભાઈ બામણીયાને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.મેઘરજ તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા બહાર પાડવામાં આવેલા અધિકૃત આદેશ અનુસાર, ત્રણ બાળકો ધરાવતા હોવાથી તેઓ પંચાયત સભ્યપદ માટે યોગ્ય નથી. પંચાયત કાયદાની જોગવાઈ મુજબ, બે કરતાં વધુ સંતાન ધરાવતા ઉમેદવારને સભ્યપદ માટે અયોગ્ય ઠેરવવામાં આવે છે.આ નિયમને આધારે કાર્યવાહી કરવામાં આવતા, જયાબેન બામણીયાનું સભ્યપદ રદ્દ કરી દેવામાં આવ્યું છે. નોંધનીય છે કે, તાલુકામાં આ સતત બીજી વખત છે જ્યારે આ જોગવાઈ હેઠળ સભ્ય પર કાનૂની કાર્યવાહી થઈ છે.આ નિર્ણયને કારણે ગામજનોમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે. રાજકારણમાં કાનૂની જોગવાઈઓનો પ્રભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે અને વલુણા સહિત આસપાસના વિસ્તારોમાં આ મુદ્દે ચકચાર મચી છે.આ કાર્યવાહીથી ગામના રાજકીય ગરમાવો જોવા મળ્યો છે.