ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજના સતીપુર પાલ્લા ગામે જમીનની અદાવતમાં મહિલા અને પરિવાર પર હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે 11 શક્સો સામે અરજી 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

મેઘરજના સતીપુર પાલ્લા ગામે જમીનની અદાવતમાં મહિલા અને પરિવાર પર હુમલો કર્યા હોવાના આક્ષેપ સાથે મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે 11 શક્સો સામે અરજી

મેઘરજ તાલુકાના સતીપુર પાલ્લા ગામે એક મહિલા પર 11 જેટલા શક્સો દ્વારા ગરમા જઈને બળજબરી પૂર્વક લાકડી,કુહાડી અને લોખડનું ધારિયું લઇ પ્રવેશ કરી ગડદા-પાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યા હોવાનો મહિલા એ આક્ષેપ કરતા 11 શક્સો સામે મેઘરજ પોલિસ સ્ટેશન એ 11 શક્સો સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી કરી હતી અરજીમાં જણાવ્યા અનુસાર તારીખ ૧૫/૦૮/૨૦૨૪ ના રોજ મહિલા ઘરકામ પૂર્ણ કરી રાત્રીના સમયે પરિવાર સાથે મહિલા આરામ કરતી હતી તે સમયે આશરે ૯ વાગે સમયે બે શક્સો મોટર સાઇકલ લઈને આવેલા અને ઘરનું બારણું જોરથી લાત મારી ખોલી નાખેલ અને હાથમાં હથિયાર લઇ ને આવેલ અને કહેલ તારા પતીએ અમારા પર જમીન બાબતે કેસ કરેલ છે અને આ બાબતે મહિલાએ કહેલ કે અમો આ બાબતે જાણતા નથી અને પછી શક્સો એ ઉશકેરાઈ ને નીચે પાડી ગડદા પાટુ માળેલ અને જાનથી મારી નાખવાની ધમકી આપેલ આમ અન્ય બીજા નવ જેટલા શક્સો એ સાથે મળી ને ઘર પર પથ્થર મારો કરેલ અને કહેલ કે જમીન બાબતે મુદત ભરવા જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ આમ જમીન ની અદાવતમાં 11 જેટલા શક્સો એ મહિલા અને પરિવાર પર હુમલો કરતા મહિલા એ મેઘરજ પોલિસ સ્ટેશન ખાતે 11 લોકો સામે ફરિયાદ નોંધાવવા માટે અરજી આપી કાયદેસર ની કાર્યવાહી કરવા માંગ કરી હતી

Back to top button
error: Content is protected !!