હાલોલ:રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા ધાબળા વિતરણ નું સેવા કાર્ય હાથ ધરવામાં આવ્યું.

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૨.૧૧.૨૦૨૫
સેવા યજ્ઞની હારમાળામાં વધુ એક મણકો પીરોવતા, રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા તારીખ 11/11/2025 ને મંગળવાર ના રોજ હાલોલ ની આસપાસના ગામડાના જરૂરિયાત મંદ ઘરોમાં ક્લબ ના સભ્યો દ્વારા રૂબરૂ જઈને 100 જેટલા ધાબળા (બ્લેન્કેટ) નું વિતરણ કરવામાં આવ્યું હતુ.આગામી ઠંડીના દિવસોને ધ્યાનમાં રાખીને કરાયેલ.આ ઉમદા કાર્ય માં ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા, મંત્રી વૈભવ પટેલ, પૂર્વ પ્રમુખ પ્રદીપભાઈ પરીખ તથા અન્ય સભ્યો આ સેવા કાર્યમાં રૂબરૂ હાજર રહેલ હતા.આ સેવા કાર્ય માં મદદ રૂપ થનાર મૂળ હાલોલ ના મુંબઈ નીવાસી રજનીકાંત ઓ. શાહ તરફથી 50 ધાબળા તેમજ રોટરી ક્લબ હાલોલના સભ્ય રો. રાહુલ જોશી, રો. પારસ પટેલ, રો. વિપુલ રાણા, AG રો. શિલ્પા પટેલ અને રો. પલ્લવી શાહ તરફથી 50 ધાબળા સ્પોન્સર કરવામાં આવેલ હતા. ક્લબ આ દરેક દાતાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે.











