હાલારમાં “સેવા સેતુ”ને મળ્યા ઉમળકાભેર આવકાર

*જિલ્લા સેવા સેતુ કાર્યક્રમમાં લાભાર્થીઓએ જણાવી પોતાના મનની વાત*
*”મને કાર્યક્રમમાં બિન અનામતનો દાખલો ત્વરિતપણે કાઢી આપવામાં આવ્યો” : અરજદાર શ્રી દલસાણિયા ઈશાબેન*
*સંકલન : જલકૃતિ કે. મહેતા*
*ફિલ્માંકન : અમિત ચંદ્રવાડીયા*
*જામનગર તા.17 સપ્ટેમ્બર,* જામનગર જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમની આજરોજ તારીખ 17 સપ્ટેમ્બરના ફલ્લા ગામથી શરૂઆત કરવામાં આવી છે. કાર્યક્રમમાં ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના, આધાર કાર્ડ, રાશન કાર્ડ, સખી વન સ્ટોપ સેન્ટર, સૌરાષ્ટ્ર ગ્રામીણ બેન્ક, પંડિત દીન દયાળ સ્પર્શ યોજના, બિન અનામતનો દાખલો, અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના વગેરે કલ્યાણકારી યોજનાના ફોર્મ સ્થળ પર જ ભરી આપવામાં આવે છે. તેથી અરજદારોને અલગ અલગ જગ્યાઓ પર જવાની આવશ્યકતા નથી.
કાર્યક્રમમાં ઉપસ્થિત અરજદાર શ્રી ઈશાબેન દલસાણિયાએ જણાવ્યું કે, અમારે બિન અનામતના દાખલા અને ઈ.ડબલ્યુ.એસ.ની તાત્કાલિક જરૂરિયાત હતી. તેથી અમારે જામનગર વારંવાર જવું પડતું હતું. હવે ઘર આંગણે જ આ પ્રકારના આયોજનો થકી અમારું કામ ખૂબ સરળતાથી અને ઝડપથી થઈ ગયું છે. હું જિલ્લા વહીવટી તંત્રનો આ બદલ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.*
જિલ્લા સેવા સેતુ કાર્યક્રમના મળી રહ્યા છે હકારાત્મક પ્રતિભાવ*
*”જિલ્લા સેવા સેતુ કાર્યક્રમમાં તાત્કાલિક સ્થળ પર જ દાખલા કાઢી દેવામાં આવે છે” : અરજદાર શ્રી ચૌહાણ દિપ્તીબેન*
ધ્રોલ તાલુકાના ફલ્લા ગામેથી આજરોજ તારીખ 17 સપ્ટેમ્બરના જિલ્લા કક્ષાના સેવા સેતુ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે. જેમાં સ્થળ પર જ અરજદારોને તેમના પ્રશ્નોનો સંતોષકારક જવાબ આપવામાં આવે છે. રાજ્ય સરકારશ્રીની વિવિધ 55 જેટલી સેવાઓનો આ કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી અરજદારોને એક જ સ્થળ પર આવવા જવાનું રહે છે અને તેમનો સમય, શ્રમ અને નાણાંનો બગાડ ના થાય.
ફલ્લા ગામના રહેવાસી શ્રી દિપ્તીબેન ચૌહાણે સેવા સેતુ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે પોતાના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, અમારે દાખલા કઢાવવા માટે જામનગર ધક્કો ખાવાની જરૂર પડી નથી. કારણ કે અત્રે સ્થળ પર જ કર્મચારીઓ દ્વારા સંતોષકારક નિરાકરણ કરવામાં આવ્યું છે. જેથી અમારા સમય, શ્રમ અને નાણાંની બચત થઈ છે. તેમજ કર્મચારીઓ દ્વારા ખુબ જ સરળતાપૂર્વક સર્વે ગ્રામજનોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. અંતમાં આવા સુંદર કાર્યક્રમના આયોજન બદલ તેણીએ જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.
*000000*
bharat g.bhogayata
b.sc.,ll.b.,d.n.y.(GAU)
gov.accre.Journalist
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com







