
તા.૨૮.૦૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ જિલ્લાની શાન એટલે આપણી આ નાનકડી પૂર્વી મહારાષ્ટ્રમાં પુણે ખાતે યોજાનાર સબ જુનિયર સ્પર્ધાની તૈયારી કરતી પૂર્વી પઢીયાર
દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા ખાતે આવેલ એસ. આર. હાઈસ્કૂલ ખાતે હાલ ધોરણ ૭ માં ભણતી અને વડોદરા જિલ્લાની વતની એવી ૧૧ વર્ષીય પૂર્વી પઢીયાર પોતાની જુડોની અત્યા સુધીની યાત્રા વિશે જણાવે છે કે, હું સરકાર દ્વારા સંચાલિત સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત અંતર્ગત જયદીપશિંહજી રમત સંકુલ દેવગઢ બારીયા ખાતે મેં ૨૦૨૨ માં પ્રવેશ મેળવ્યો.આ સંકુલ ખાતે મને અહીંના કોચ દ્વારા ખુબ જ સારી તાલીમ મળી રહી છે. અને જુડો રમતમાં મારું ખુબ સારુ એવુ પ્રદર્શન રહ્યું છે, અને પરિણામ પણ સારુ મળ્યું છે. જેમાં મને અગાઉ અંડર ૧૪ ના નેશનલ લેવલની સ્પર્ધામાં મને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. ઉપરાંત રાજ્ય લેવલની ૨. ૦ ખેલ મહાકુંભમાં ૨૩ કિલોની જુડો સ્પર્ધામાં પણ ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે.હું મારા તરફથી તમામ દાહોદ વાસીઓ તેમજ ગુજરાતની જનતાને અપીલ કરું છું કે, આ વર્ષે સરકાર દ્વારા આયોજિત ૩. ૦ ખેલ મહાકુંભની તમામ સ્પર્ધામાં ભાગ લો અને આપણા ગામ, જિલ્લા અને રાજ્યનું નામ રોશન કરી આગળ વધો





