BANASKANTHAGUJARATPALANPUR
એપીએમસી વડગામ દ્વારા પુવૅ.મુખ્યમંત્રી સ્વ.વિજયભાઈ રૂપાણી ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી.
21 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ વડગામ ખાતે જિલ્લા સહકારી આગેવાન તા.સ.ખરીદ વેચાણ સંઘ ચેરમેન,બનાસ બેંક ડિરેક્ટર KP ચૌધરી, એપીએમસી વડગામ ચેરમેન પરથીભાઈ લોહ ની પ્રેરક ઉપસ્થિતિમાં ગુરૂવારે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ની બેઠક બોલાવવામાં આવી હતી. સેક્રેટરી માંઘજીભાઈ ધુળીયા એ એજન્ડા ની કાયૉવાહી વંચાણે લઈ અમદાવાદ ખાતે પ્લેન ક્રેશ દુર્ઘટના માં ગુજરાત ના પુવૅ.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી નું નિધન થતાં શોક ઠરાવ પસાર કર્યો હતો અને મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.તસ્વીર અહેવાલ-પુષ્કર ગોસ્વામી વડગામ