BHARUCHGUJARAT

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ખૂટતા શિક્ષકોની ઘટ પુરાઈ

 

સમીર પટેલ, હાંસોટ

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં શાળાના આચાર્ય નિલેશકુમાર સોલંકી, સરપંચ નવનીતભાઈ પટેલ, એસ. એમ. સી. અધ્યક્ષ વનિતાબેન પટેલ તેમજ શાળા પરિવારે જિલ્લા આંતરિક બદલીથી આવેલ શિક્ષકોનું શ્રીફળ,ફુલહાર, કુમકુમ તિલક કરી મીઠો આવકાર કર્યો હતો.મહેકમ મુજબ ધોરણ 1 થી 5 માં દિપીકાબેન એસ.તાલવિયા તેમજ 6 થી 8 નરેશભાઈ પી.પટેલ એમ બંને શિક્ષકો હાજર થતાં શાળામાં શિક્ષકોની ઘટ પુરવામાં આવી છે.ખૂટતા શિક્ષકો હાજર થતાં બાળકોના ચેહરા પર ખુશીની લહેર છવાઈ ગઈ હતી.

Back to top button
error: Content is protected !!