સિદી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆતો કરી હતી.

બાવાગોર દરગાહમાં ટ્રસ્ટમાં થોડા દિવસો પહેલા જ એક મહિલા સાથે ત્યાંના મુજાવરે ગેરકૃત્ય કર્યું હતું.જે અંગે આજ રોજ સિદી સમુદાય લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને યોગ્ય કાર્યવાહી કરવાની રજૂઆતો કરી હતી.
આજ રોજ ગુરુવારના રોજ ઝઘડિયાના રતનપુર ખાતે રહેતા સિદી સમુદાયના રહીશોએ કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે,બાવાગોર દરગાહ ટ્રસ્ટમા દરગાહ શરીફ, મસ્જીદ,ઓફીસ,ભંડાર રૂમ અને અન્ય રૂમો આવેલી છે,જેમાં વર્ષોથી વહીવટ કરતા આવેલા ટ્રસ્ટીઓ પૈકીમાં મુજાવર તરીકે રહેતા ઈસમે જે ગેરકૃત્ય કરેલું છે.જે ઘણી શરમજનક બાબત છે, જે બાબતે સરકાર દ્વારા જે કાર્યવાહી કરી ગુનેગારને સજા થાય એ યોગ્ય અને ન્યાયી છે,વઘુમાં જે વ્યક્તિના અન્ય કુટુંબીજનો પણ ટ્રસ્ટની વિરુધ્ધમાં કાર્યો કરેલા હોય જે ગુજરાત રાજય વકફ બોર્ડ દ્વારા કાર્યવાહી કરી તેઓને દુર કરેલા છે.
પરંતુ હાલ જે કૃત્ય થયુ છે,તેનાથી ધાર્મિક સ્થળને મોટી લાંછન લાગ્યું છે.તે સ્થળ પર લોકોની આસ્થાઓ જોડાયેલી હોય અને પોતાની તકલીફ દુર કરતા હતા, ત્યા આ શરમજનક વર્તનથી લોકોને દુખ થયું છે.જે બાબતે સરકાર કાર્યવાહી કરી ગુનેગારોને સજા થાય તેમ કરવાની માંગ કરી હતી.
સમીર પટેલ, ભરૂચ



