BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
સમીર પટેલ, ભરૂચ
ભરૂચ સબજેલમાં રક્ષાબંધન પર્વની ઉજવણી
ભરૂચ સબજેલ ખાતે જિલ્લાની વિવિધ સામાજિક સંસ્થાઓ તેમજ કેદી ભાઈઓની સગી બહેનોએ રક્ષાબંધનનો પવિત્ર તહેવાર હર્ષોલ્લાસપૂર્વક મનાવ્યો હતો.
રક્ષાબંધન પર્વે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધી તેમની લાંબી આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લે છે. આ ભાવનાને જાળવવા માટે સબજેલમાં ઇન્ચાર્જ જેલ અધિક્ષક એન.પી. રાઠોડના નેતૃત્વ હેઠળ અનેક સંસ્થાઓએ પણ કેદી ભાઈઓને તિલક કરી, રાખડી બાંધી અને મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું.
તે ઉપરાંત, કેદી ભાઈઓની સગી બહેનો પણ પરવાનગી અનુસાર જેલમાં પહોંચી પોતાના ભાઈઓને રાખડી બાંધી, તિલક કરી અને પ્રેમભર્યા આશીર્વાદ આપ્યા હતા. આ પ્રસંગે ભાઈ-બહેનો વચ્ચે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.