
કેશોદમાં આજરોજ સ્વ.ગંગાબેન પરશોતમભાઈ ઉમરેટીયા,(રહે.બરસાનાસોસાયટી મનમંદિર), ઉ.વર્ષ.75નું દુઃખદ અવસાન થયેલ છે, કે જેઓ દિલસુખભાઈ પરશોતમભાઈ ઉમરેટીયાના માતૃશ્રી થાય છે.આ દુઃખદ સમયે તેમના પરિવાર દ્વારા સ્વ.ગંગાબેનના ચક્ષુનું દાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આથી સરકારી આરોગ્ય ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા જયેશભાઈ સોલંકીએ શિવમ્ ચક્ષુદાન આરેણાના સંચાલકશ્રીને જાણ કરતા, રહિજ ગામના હરદિપસિંહ જેઠવા દ્વારા મૃતકના બન્ને ચક્ષુ લઈ મુનિ સંત બાલાજી આઈ બેંકવેરાવળ,જિ.ગીર સોમનાથને પાર્થભાઈ વાળા દ્વારા પહોંચાડવામાં આવ્યાં હતાં. આ તકે ભારત વિકાસ પરિષદ કેશોદ નાં પ્રમુખ મહાવીર સિંહ જાડેજા, ડો સ્નેહલ તન્ના, દિનેશ કાનાબાર, જગમાલભાઈ નંદાણીય ખાસ હાજર રહ્યાં હતાં ચક્ષુદાન કલેક્શન વખતે રાજેશભાઈ નંદાણિયા અને સચિનભાઈ જોટવાએ જરુરી મદદ અને વ્યવસ્થા કરી આપી હતી. આ ચક્ષુદાનનો સ્વિકાર ભારત વિકાસ પરિષદ અને ટીમ દ્વારા કરવામાં આવ્યો હતો.આ ચક્ષુદાન સમયે તેમના નજીકના સગા સબંધી પ્રેરક ઉપસ્થિત રહ્યા હતા.ઉમરેટીયા પરિવારે ચક્ષુદાનનો આ પ્રેરણાદાયી નિર્ણય લઈને બે દ્રષ્ટિહીન બાંધવોને દ્રષ્ટિ આપવાનું પુણ્યનું કાર્ય કરીને સમાજને નવો રાહ ચિંધેલ છે તેમના આ વિચારને શિવમ્ ચક્ષુદાન-આરેણાનાં નાથાભાઈ નંદાણીયાએ બિરદાવી હતી અને સ્વ.ગંગાબેનને શ્રધ્ધાંજલી આપી હતી આ પરિવાર દ્વારા થયેલ આ ચક્ષુદાને આપણા પૂરાણોમાં થયેલા દાન ધર્મના મહિમાને ખરા અર્થમાં સાર્થક કર્યો છે. કેશોદ માં ચક્ષુદાન માટે ડો સ્નેહલ તન્ના, મહાવીર સિંહ જાડેજા અથવા દિનેશ કાનાબાર નો સંપર્ક કરવો
રિપોર્ટર :અનિરૂધસિંહ બાબરીયા કેશોદ




