કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો છઠ્ઠો નવચંડી યજ્ઞ યોજાયો ..
હારીજ તાલુકાના કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો છઠ્ઠો નવચંડી યજ્ઞ યોજાયો હતો. જગત જનની ત્રિભુવન સુંદરીશ્રી અંબે માની અસિમ કૃપાથી કાતરા ગામની પવિત્રધરા ઉપર સમસ્ત કાતરિયા પરિવાર પ્રજાપતિ સમાજની કુળદેવીશ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ
કાતરા ખાતે પ્રજાપતિ સમાજ કાતરીયા પરિવારના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો છઠ્ઠો નવચંડી યજ્ઞ યોજાયો ..
હારીજ તાલુકાના કાતરા ખાતે સમસ્ત કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવી શ્રી અંબાજી માતાજીનો છઠ્ઠો નવચંડી યજ્ઞ યોજાયો હતો. જગત જનની ત્રિભુવન સુંદરીશ્રી અંબે માની અસિમ કૃપાથી કાતરા ગામની પવિત્રધરા ઉપર સમસ્ત કાતરિયા પરિવાર પ્રજાપતિ સમાજની કુળદેવીશ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ આજ રોજ સવંત ૨૦૮૦ ના આસો સુદ પૂનમ ને ગુરૂવાર તા.૧૭/૧૦/૨૦૨૪ ના રોજ સવારે ૯.૩૫ કલાક થી સાંજે ૫ કલાક સુધી યજ્ઞના આચાર્ય શાસ્ત્રી અમિતકુમાર ભરતભાઈ દવે ગુજરવાડાવાળાના મુખારવિંદે સ્વ.રંજનબેન શાંતિલાલ ઓઝા પરિવારના દીપલબેન મૌલીક ઓઝા રાધનપુર/પાટણ,બીજા પાટલાના યજમાન પ્રજાપતિ દક્ષાબેન દિનેશભાઈ સરકારપુરા, ત્રીજા પાટલાના યજમાન પ્રજાપતિ ગૌરીબેન ભલાભાઈ સાંકરા,ચોથા પાટલાના યજમાન પ્રજાપતિ નયનાબેન ભરતભાઈ દેલાણા,પાંચમા પાટલાના યજમાન પ્રજાપતિ નીતાબેન પિન્કેશભાઈ ઈશ્વરભાઈ હારીજ/સરેલવાળાના યજમાનપદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે બારોટ જશવંતભાઈ મોહનભાઈ વાવ/ડીસા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયો હતો.આ પાવન અવસરે માતાજીની આરતીના યજમાન પ્રજાપતિ કાંતાબેન મફાભાઈ કાતરા,માતાજીના વાઘાના યજમાન પ્રજાપતિ ચંચીબેન ઈશ્વરભાઈ પરિવારના મનોજભાઈ પ્રજાપતિ સાંકરા/અમદાવાદ,માતાજીના ધજાજી ના યજમાન પ્રજાપતિ ખેમીબેન ગોવિંદભાઈ મુબારકપુરા,કંકોત્રી ના દાતા પ્રજાપતિ સવીતાબેન કાંતિભાઈ સાંકરા/મહેસાણા, માતાજીના થાળના યજમાન પ્રજાપતિ કાંતાબેન પુનાભાઈ સાંકરા,માતાજીના ફુલહારના દાતા પ્રજાપતિ હંસાબેન વાસુભાઈ સાંકરા/મહેસાણા, સાઉન્ડના દાતા પ્રજાપતિ નીતાબેન સંજયભાઈ સરેલ, ચા-કોફીના દાતા રસીલાબેન એન.પ્રજાપતિ અમદાવાદ, છાશના દાતા પ્રજાપતિ હીરાબેન હરગોવનભાઈ મુબારકપુરા, મિનરલ પાણીના દાતા પ્રજાપતિ હેતલબેન મનોજભાઈ સાંકરા, ભોજન પ્રસાદના મુખ્ય દાતા પ્રજાપતિ ભારતીબેન રમેશભાઈ સાંકરા/મહેસાણા,ભોજનના સહયોગી દાતા જમનાબેન જે.પ્રજાપતિ વેડ/રાધનપુર, નારાયણભાઈ પી.પ્રજાપતિ દેલાણા/ભાભર,જીવણભાઈ જી.પ્રજાપતિ સાંકરા/મહેસાણા, મહાદેવભાઈ પી.પ્રજાપતિ સાંકરા,સ્વ.ગણેશભાઈ નાથાભાઈ પ્રજાપતિ પરિવાર સરકારપુરા,મનસુખભાઈ જી.પ્રજાપતિ મુબારકપુરા સહિત પ્રજાપતિ સમાજના નાના મોટા સૌ દાતાઓએ યથાશક્તિ યોગદાન આપી સહભાગી બનેલ. બપોરે ભોજન પ્રસાદ લઈ નાળિયેર હોમી સાંજે માતાજીના પૂજારી શિવાભારથી ગૌસ્વામીના વરદ હસ્તે આરતી ઉતારી સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા હતા. આ પ્રસંગે શ્રી આઠ પરગણા વઢિયાર ગોળ ગુર્જર પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ એસ.પ્રજાપતિ,વાંસા પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ નાનજીભાઈ જી.પ્રજાપતિ,શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ મહેસાણાના પૂર્વપ્રમુખ પિનાકીનભાઈ પ્રજાપતિ,મંત્રી પરેશભાઈ એલ. પ્રજાપતિ (એડવોકેટ ડિસ્ટ્રીક્ટ કોર્ટ મહેસાણા),ત્રિભોવનભાઈ પ્રજાપતિ સરકારાપુર,શાંતિલાલ ઓઝા,કનુભાઈ પ્રજાપતિ થરા, સોમાભાઈ પ્રજાપતિ રોઈટા, નથુભાઈ પ્રજાપતિ રાધનપુર, કિરીટકુમાર કે. પ્રજાપતિ થરા, કિરણબેન પ્રજાપતિ,પ્રજાપતિ છાત્રાલય રાધનપુરના ગૃહપતિ જગદીશભાઈ પ્રજાપતિ તેમજ સાંકરા,સરેલ,મુબારકપુરા, રાધનપુર, સરકારપુરા, વેડ, દેલાણા,કાતરા,દુનાવાડા ગામના દરેક કાતરીયા પરિવાર પ્રજાપતિ સમાજ હાજર રહેલ.સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રજાપતિ જગદીશભાઈ કાંતિભાઈ વેડવાળાએ કર્યું હતું.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦