MORBI મોરબી દિવાળી એટલે રંગોળી અને ફટાકડા નો તહેવાર આજથી શરૂ થયો છે દિવાળી તહેવાર!

MORBI મોરબી દિવાળી એટલે રંગોળી અને ફટાકડા નો તહેવાર આજથી શરૂ થયો છે દિવાળી તહેવાર!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાત, કચ્છ અને કાઠીયાવાડમાં તહેવારોનો બહુ મહત્વ છે. પછી તે તહેવાર આદ્યશક્તિનો નવરાત્રી તહેવાર હોય કે અખિલ બ્રહ્માંડના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાનના જન્મદિવસ નો તહેવાર ગોકુળ અષ્ટમી હોય, લોકો ખુબજ ભક્તિભાવ સાથે મનોરંજન માણતાં હોય અને ખુબજ ધામધુમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે હાલમાં દિવાળીના તહેવારો ચાલી રહ્યા છે. દિવાળીનો તહેવાર એટલે ફટાકડા નો અને રંગોળી નો તહેવાર ગણાય છે. આજથી દરેક ઘરમાં સાંજે દીવા પ્રગટાવી ઘરનાં ગોખમાં મૂકવામાં આવે છે. ત્યારે રંગોળી પણ પુરવામાં આવે છે અને આવી રંગોળી પૂરતી બે બાળા પોતાના એપાર્ટમેન્ટ નાં પાર્કિંગમાં રંગોળી પુરી રહી છે એ દ્રશ્યમાન થાય છે. નાની કેનાલ રોડ ઉપર આવેલા પરીશ્રમ પેલેસ માં તુલસી દિકરી પોતાની બહેનપણી સાથે રંગોળી પુરી રહી છે. નાના બાળકો ફટાકડા ફોડી નેં રાજી થાય છે. કાળી ચૌદસ એટલે ઘણા લોકોને પોતાના સુરાપુરા સુરધન દાદા નાં નિવેદ હોય છે. મોટા ભાગના લોકો પોતાના પરીવાર સાથે નિવેદ ખાવા ભેગા થાય છે. દિવાળીનો તહેવાર હોય દૂર દૂરથી લોકો પોતાના પરિવારને મળવા વતનમાં આવી જતા હોય છે ત્યારે ગામડું પણ ખરેખર એક જીવતું જાગતું જીવંત બની જાય છે.










