GUJARATJUNAGADHKESHOD

કેશોદનાં જાગનાથ વિસ્તાર માં સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું

કેશોદનાં જાગનાથ વિસ્તાર માં સ્પોર્ટ્સ સંકુલનું ઉદઘાટન કરવામાં આવ્યું

કેશોદ શહેર માં કેશોદ શહેર ના બાળ અને યુવા ખેલાડી ઓને જુદી જુદી રમતો માટે યોગ્ય માર્ગદર્શન અને નિયમોનુસાર ની ટ્રેનીંગ મળી રહે તે માટે કેશોદમાં એકલવ્ય સ્પોર્ટ્સ એકેડેમી શરૂ કરવામાં આવી છે રહ્યા તેનો શુભ આરંભ કેશોદ શહેર ની નામાંકીત સંસ્થા ન્યુ એરા પ્રોફેસર એકેડેમી ના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ડૉ.ગજેરા સર તેમજ ખેલ મહાકુંભ ના કન્વીનર અને જૂનાગઢ જિલ્લા વ્યાયામ શિક્ષક સંઘ ના પ્રમુખશ્રી ડૉ હમીરસિંહ વાળા તથા ધનવીબેન પુરોહિતના હાથે શુભ શરૂઆત કરવામાં આવી હતી. તેમજ ભારત વિકાસ પરિષદ તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિ સાથે જોડાયેલ નિવૃત્ત શિક્ષકશ્રી દિનેશભાઈ કાનાબાર અને નંદાણીયા સર તેમજ અન્ય આમંત્રિત મહેમાનો હાજર રહ્યાં હતાં મહેમાનો તથા કેશોદ નાં શ્રેષ્ઠીઓ દ્વારા સ્પોર્ટ્સ એકેડેમી ના ખેલાડીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી સ્પોર્ટ્સ એકેડેમી કેશોદ દ્વારા કેશોદમાંથી સારા ખેલાડીઓ મળી રહે તે માટે ખુબજ સરસ આયોજન કરવામાં આવ્યું છે સ્પોર્ટ્સ એકેડેમી દ્વારા રાષ્ટ્રને સારા ખેલાડીઓ મળી રહે અને રમત ગમત તરફ યુવા ધન આકર્ષણ તેવા હેતુથી આ સંકુલ બનાવવામાં આવ્યું છે

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!