GUJARATPANCHMAHALSHEHERA

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક અમદાવાદ ખાતે મળી

શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

તારીખ:- ૯ એપ્રિલ   મંગળવાર

 

*ABRSM ગુજરાત ની ગતરોજ સૌરાષ્ટ્ર સંભાગ ની બેઠક બાદ આજે મધ્યસંભાગ ,ઉત્તર સંભાગ ,દક્ષિણ સંભાગ ની રાજ્ય કારોબારી બેઠક ઉપરોક્ત સ્થાને મળી હતી જેમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ ભીખાભાઈ પટેલ, મહામંત્રી મિતેશભાઈ ભટ્ટ, સંગઠન મંત્રી સરદારસિંહ મછાર , કોષાધ્યક્ષ રમેશભાઈ ચૌધરી , અતિરીક્ત મહામંત્રી પરેશભાઈ પટેલ પલ્લવી બેન પટેલ, અનિરુધ્ધસિંહ સોલંકી , માધ્યમિક સંવર્ગ ના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાવલજી , મહામંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર ,htat સંવર્ગ ના અધ્યક્ષ નાથુભાઈ ઘોયા સહિત વિવિધ સંવર્ગો ના પ્રાંત સંભાગ ,વિભાગ તથા જીલ્લા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રશ્મિકાબહેન પટેલ દ્વારા સરસ્વતી વંદના કરાવ્યા બાદ મિતેશભાઈ ભટ્ટે તમામ અધિકારીઓના પરિચય સાથે કારોબારી અંગેની પ્રસ્તાવના રજૂ કરી હતી, રાજેન્દ્રસિંહ રાઉલજી માધ્યમિક સંવર્ગના પદાધિકારીઓએ સંગઠન કાર્યવિસ્તાર,વ્યાપ અને કાર્ય પદ્ધતિ વિશે વાત કરી ત્યારબાદ ગુજરાત પ્રાંતના સંગઠન મંત્રી સરદારસિંહ મછારે વર્ષ-૨૦૧૯ થી આજદિન સુધી સંગઠનનો વિસ્તાર સતત પ્રવાસ,સતત સંપર્ક દ્વારા દિનપ્રતિદિન વધતો રહ્યો છે એની જાણકારી આપી ઉપરાંત વર્ષ દરમ્યાન મહાસંઘ દ્વારા વર્ષ પ્રતિપદાની ઉજવણી, ગુરુ વંદના, કર્તવ્યબોધ દિનની ઉજવણી વિશિષ્ટ રીતે કરી રહ્યા છીએ ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ દ્વારા થતા અભ્યાસ વર્ગો માં મહાસંઘના તાલુકા જિલ્લા કક્ષાના કાર્યકર્તાઓ ભાગ લે તેવી વાત કરી હતી ત્યારબાદ રાજ્ય ના અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જણાવ્યું કે ગુજરાત ના તમામ સંવર્ગો ના શિક્ષકોની આપણા સંગઠન પાસે ખુબજ અપેક્ષાઓ છે.સંગઠનના કાર્યકર્તાઓ સંગઠન પ્રત્યે પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે, આપણે દ્રઢ નિશ્ચય કરીને આગામી દિવસોમાં શિક્ષકો ના વિશ્વાસ ને સાર્થક કરવાના છીએ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ એ રાષ્ટ્ર નિર્માણ અને ચરિત્ર નિર્માણ કરતું વૈચારિક વિશાળ સંગઠન છે,દરેકે સંગઠન પ્રત્યે અતૂટ વિશ્વાસ અને શ્રદ્ધા રાખવી જરૂરી છે જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવા,htat મુખ્ય શિક્ષકો ની બદલી.તેમજ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષકો ની બદલી બાબતે સહીતના પ્રશ્નો માટેની લડત ચાલુ જ છે અને આગામી સમયમાં જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે મહાસંઘ પ્રતિબદ્ધ અને કટિબદ્ધ છે વગેરે વિશે વાતો કરી રાજ્ય અધ્યક્ષે જણાવ્યું કે સરકાર દ્વારા સમાધાન સમયે સ્વિકારેલ બાબતો આપણી ટોચ ની પ્રાયોરીટીમા છે અને આપણે એ પુરી કરાવીશું ત્યારબાદ આરએસએસ પ્રાંત કાર્યવાહજી શ્રી સુનિલભાઈ બોરીસા એ એ દુનિયાના દેશોમાં ભારત દેશની વધતી તાકાત તેમજ છેલ્લા દશ વર્ષોમાં ભારતે સાધેલી પ્રગતિ,વિશ્વમાં ભારત ની સ્થિતિ વિશે વાત કરી રાષ્ટ્રહિત માં 100 % મતદાન કરવાની આને કરાવવા ની વાત કરી જાગરણ પર્વ વિશે વિસ્તૃત યોજના કાર્યકર્તાઓને જણાવી હતી. અંતમાં પ્રાંત અધ્યક્ષ ભીખાભાઈ પટેલે જાગરણ પર્વમાં રાખવાની તકેદારીઓ, જીલ્લા , તાલુકા બેઠકમાં કરવામાં આવનાર આયોજન, સંગઠન દ્વારા નિર્મિત સાહિત્ય વિતરણ વિશે સમજ આપી હતી, સમગ્ર રાજ્ય કારોબારી નુ સમારોપ કરતા શ્રી સુનીલ ભાઈ બોરીસા એ જણાવ્યું હતું કે શિક્ષકો સમાજ પરિવર્તન માટે મોટું કામ કરી રહ્યા છે જાગરણ પર્વ નિમિત્તે પણ સંગઠન દ્વારા જે યોજના બનાવી છે એ ખરેખર ખૂબ સુંદર છે આપણે એ પ્રમાણે કાર્ય કરી જાગરણ પર્વ ને સફળ બનાવીએ છેલ્લે કલ્યાણ મંત્ર દ્વારા બેઠકને પૂર્ણ કરવામાં આવી.

 

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!