AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં વઘઈ ખાતે આગામી ૨૦મી ડિસેમ્બરે રાજ્ય કક્ષાની ઈન્વીટેશન વોલીબોલ ટુર્નામેન્ટ જામશે..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના રમતગમત પ્રેમીઓ માટે ઉત્સાહના સમાચાર સામે આવ્યા છે. વઘઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા પ્રથમ વખત ‘ગુજરાત રાજ્ય ઈન્વીટેશન વોલીબોલ ટુર્નામેન્ટ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટ આગામી તારીખ ૨૦/૧૨/૨૦૨૫, શનિવારના રોજ વઘઈ સેવાસદનની બાજુમાં આવેલા મેદાન પર યોજાશે. આ ખેલ મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના કુશળ ખેલાડીઓને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડી રમતગમતની ભાવનાને વેગ આપવાનો છે.આ સ્પર્ધામાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી પ્રતિષ્ઠિત ટીમો ભાગ લેવા જઈ રહી છે. જેમાં જાદવ (આહવા), પસો (અલુબોરિયા), ભાઈજી-પિયુસ (સુરત), બન્ટી (વલસાડ), હાર્દિક ભીખો (બોરીયાછ), ચિંતન (સોનગઢ), જયેશ (આંબાપારડી) અને બીટ્ટુ (આહવા) જેવી મજબૂત ટીમો વચ્ચે રોમાંચક જંગ જોવા મળશે. વઘઈ ક્રિકેટ એસોસિયેશન દ્વારા તમામ રમતપ્રેમી નાગરિકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..

Back to top button
error: Content is protected !!