
નરેશપરમાર.કરજણ –

નારેશ્વર નર્મદાનદી માં આજે પાંચમા દિવસે ગણેશજી ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું
એક દિવસ ત્રણ દિવસ, પાંચ દિવસ એ નાના તેમજ ધરો માં બિરાજમાન શ્રીજીનું વિસર્જન શરુ થયું છે.
કરજણ તાલુકાના નર્મદા ઘાટ ખાતે આજે પાંચમા દિવસે શ્રીજી ભક્તો દ્વારા નર્મદા નદીમાં શ્રીજી ને વિસર્જિત કર્યા હતા. ભક્તો દ્વારા એક દિવસ, ત્રણ અને પાચ દિવસ ના શ્રીજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું. આજ સવાર થી જ નર્મદા ઘાટ પર ભક્તો આવી રહ્યા હતા. જ્યાં શ્રીજી ની આરતી કરી તેમને અગલે બરસ જલ્દી આવજો ના નાદ સાથે ભાવભીની વિદાય આપી હતી.આ ઉપરાંત ઉપરવાસ માં ભારે વરસાદ ને પગલે સરદાર સરોવરમાંથી પાણી છોડવામાં આવ્યું હોય જેના કારણે નર્મદા નદીનું જળસ્તર વધારે હોવા ને કારણે કોઈ કોઈ અ ઇચ્છનીય બનાવના બને એ માટે નારેશ્વર આઉટ પોસ્ટ ના જમાદાર લાલભા ઝાલા દ્વારા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવા આવ્યો હતો સાથે કોઈ ને વિસર્જન કરવામાં તખલીફ ના પડે એ માટે બોટ સુવિધા ઉભી કરવામાં આવી હતી




