વલસાડના રોલા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણના નવનિર્મિત મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
વૈદિક મંત્રોચ્ચાર સાથે ડુંગરી તેમજ આજુબાજુના ૫૦૦ યજમાનોએ યજ્ઞ નારાયણને આહુતિ આપતા વાતાવરણ દિવ્ય બન્યું

વલસાડ, તા. ૨૧ એપ્રિલ–વલસાડના ડુંગરી નજીક આવેલા રોલા ગામે બી.એ.પી.એસ સ્વામિનારાયણ સંસ્થાના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ તેમજ બી.એ.પી.એસ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના દિવ્ય સાંનિધ્યથી પાવન આ ભૂમિ પર ભવ્ય સ્વામિનારાયણ મંદિરનું નિર્માણ થયું છે જ્યાં હવેથી બાળ સંસ્કાર, વ્યસનમુક્તિ અને મહિલા ઉત્કર્ષ જેવી અનેકવિધ સામાજિક પ્રવૃત્તિઓને વેગ આપવામાં આવશે અને સામાજિક અને આધ્યાત્મિક ઉન્નતિનું ઉર્જા કેન્દ્ર બનશે. આ મંદિરના નિર્માણમાં અહીંના સ્થાનિક હરિભક્તો તેમજ ગ્રામજનો શ્રમયજ્ઞ અને સેવાયજ્ઞ કરી મંદિર નિર્માણમાં અનેરા ઉત્સાહ સાથે સેવા સમર્પણભાવથી જોડાયા હતાં.
<span;>મૂર્તિ પ્રતિષ્ઠાના ભાગરૂપે પવિત્ર ભૂદેવોના વૈદિક મંત્રોચ્ચાર સાથે ડુંગરી તેમજ આજુબાજુના વિસ્તારના ૫૦૦ યજમાનોએ યજ્ઞ નારાયણને આહુતિ આપતા સમગ્ર વાતાવરણ દિવ્ય બની ગયું હતું. બપોરે અનેક કલાકૃતિઓ સાથે અને સુશોભિત રથની અંદર આ મંદિરમાં પ્રતિષ્ઠિત થનારી મૂર્તિઓની શોભાયાત્રા રંગે ચંગે નીકળી હતી. જેમાં ૧૫૦૦ જેટલા હરિભક્તો જોડાયા હતા.
<span;>બી.એ.પી.એસ સંસ્થાના વરિષ્ઠ સંત પૂજ્ય ધર્મચરણ સ્વામી અને તિથલ સ્વામિનારાયણ મંદિરના કોઠારી પૂજ્ય વિવેકસ્વરૂપ સ્વામીના હસ્તે મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરવામાં આવી હતી. પ્રતિષ્ઠિત મૂર્તિઓ સામે ભક્તોએ ભક્તિભાવથી તૈયાર કરેલા ૧૯૫ વાનગીનો રસથાળ અન્નકૂટરૂપે ધરાવામાં આવ્યો હતો. સૌ દર્શનાર્થીઓએ મંદિરની અલૌકિક મૂર્તિના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને ત્યારબાદ સૌએ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો.



