સિનોર ખાતે આવેલ હજરત મકબૂલ શફી બાવાની દરગાહ ખાતે ૯૪ માં ઉર્સ શરીફ ની ઉજવણી કરાઇ
ફૈઝ ખત્રી...શિનોર વડોદરા જિલ્લાના શિનોર ખાતે સુપ્રસિદ્ધ હજરત મકબૂલ શફી બાવાની દરગાહ આવેલ છે જ્યાં હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના લોકો આસ્થા ધરાવે છે.તેમજ મકબૂલ શફી બાવાની દરગાહ પર લોકોની મનોકામનાં પૂરી થતી હોય છે. આજે તારીખ.૧૪ /૧૦/૨૦૨૪ નાં રોજ હજરત મકબૂલ શફી બાવાની દરગાહ ખાતે ૯૪ માં ઉર્સ શરીફ ની ઉજવણી કરવામાં આવી હતી.જ્યારે ગત રોજ તારીખ.૧૩/૧૦/૨૦૨૪ નાં રોજ દરગાહ ખાતે શંદલ શરીફ ની ઉજવણી કરાઇ હતી. વાત કરીએ તો મકબૂલ શફી બાવાની દરગાહ પર અતૂટ શ્રદ્ધા ધરાવતા હિન્દુ મુસ્લિમ તમામ ધર્મના અનુયાયીઓ ગુજરાત .મહારાષ્ટ્ર.પંજાબ.હરિયાણા.એમ પી.રાજસ્થાન સહિતના રાજ્યો માંથી આવતા હોય છે.અને એમની મનોકામના પૂરી થતી હોય છે.