GUJARATKUTCHMUNDRA

કચ્છના ૪૦૦ આરોગ્ય કર્મચારીઓનો આરપારનો જંગ: ૧૭મી ફેબ્રુઆરીથી જિલ્લા પંચાયત કચેરીએ ગુંજશે આંદોલનના નાદ

વાત્સલ્યમ્ સમાચાર,

પૂજા ઠક્કર – મુંદરા કચ્છ.

 

કચ્છના ૪૦૦ આરોગ્ય કર્મચારીઓનો આરપારનો જંગ: ૧૭મી ફેબ્રુઆરીથી જિલ્લા પંચાયત કચેરીએ ગુંજશે આંદોલનના નાદ

 

ભુજ:

કચ્છ જિલ્લાના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અને ખાસ કરીને ૪૦૦ જેટલા કર્મચારીઓની કરવામાં આવેલી સામુહિક ‘શિક્ષાત્મક’ બદલીઓના વિવાદે હવે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા સંતોષકારક ઉકેલ ન આવતા આગામી ૧૭ ફેબ્રુઆરી ૨૦૨૬ ના રોજ જિલ્લાભરના તમામ આરોગ્ય કર્મચારીઓ એકજૂથ થઈ ભુજ ખાતે આંદોલનનું રણશિંગું ફૂંકશે.

મંડળના પ્રમુખ શ્રી દેવજીભાઈ નોરિયા અને મુખ્ય કન્વીનર શ્રી ભરતભાઈ ડોડીયાએ એક સંયુક્ત યાદીમાં જણાવ્યું છે કે અગાઉ અનેકવાર લેખિત રજૂઆતો અને આવેદનપત્રો આપવા છતાં તંત્રના બહેરા કાને અથડાઈને આ અવાજ પાછો ફર્યો છે. ૪૦૦ કર્મચારીઓની શિક્ષાત્મક બદલીઓમાંથી માત્ર ૪૮ મહિલા આરોગ્ય કાર્યકરોની બદલી કરવામાં આવી છે જ્યારે બાકીના કર્મચારીઓને અન્યાયી રીતે રઝળતા મૂકી દેવાયા છે. પોતાની માગણી મુજબની જગ્યાઓ ન મળતા કર્મચારીઓમાં ભારે નિરાશા અને આક્રોશ વ્યાપ્યો છે.

મંડળે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો ૧૬ તારીખ સુધીમાં પ્રશ્નોનું નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ તેજ બનાવવામાં આવશે અને આગામી ૧૭/૦૨/૨૬ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે જિલ્લાના તમામ મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, ફિમેલ હેલ્થ વર્કર, સુપરવાઇઝરો, ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન તેમજ તાલુકા અને જિલ્લા કચેરીના તમામ કર્મચારીઓ સામુહિક રીતે ઉમટી પડશે અને ધરણા પ્રદર્શન કરશે. અને તેની તમામ જવાબદારી જિલ્લા આરોગ્ય તંત્રની રહેશે.

આ અંગેની નકલ કલેક્ટર શ્રી, પોલીસ અધિક્ષક શ્રી અને રાજ્યના આરોગ્ય કમિશ્નરશ્રીને પણ મોકલી આપીને ન્યાયની ગુહાર લગાવાઈ છે.

 ————————-

આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માગણીઓમાં નીચે મુજબના મુદ્દાઓનો સમાવેશ થાય છે:

 

 * શિક્ષાત્મક બદલીનો ભોગ બનેલા તમામ કર્મચારીઓને માગણી મુજબના સ્થળે નિમણૂક આપવી.

 * ઉચ્ચતર પગાર ધોરણની રકમ એરિયસ સાથે તાત્કાલિક ચૂકવવી.

 * સી. પી. એફ. કપાતની અનિયમિતતા દૂર કરી પગાર સ્લીપ નિયમિત આપવી.

 * ટ્રાન્સપોર્ટ એલાઉન્સ અને ૧૦, ૨૦, ૩૦ વર્ષના હાયર ગ્રેડનો લાભ આપવો.

 * ખાલી જગ્યાઓ પર તાત્કાલિક બઢતીની પ્રક્રિયા પૂર્ણ કરવી.


health strikes kutch

વાત્સલ્યમ્ સમાચારમાં મુંદરા-કચ્છના સમાચાર/જાહેરાત આપવા માટે સંપર્ક કરો :
-પુજા ઠક્કર,
9426244508,
ptindia112@gmail.com

Back to top button
error: Content is protected !!