GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ

MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અન્વયે શાંતિપૂર્ણ વાતાવરણમાં મતગણતરી શરૂ

 

 

હળવદમાં મોડેલ સ્કૂલ, વાંકાનેરમાં અમરસિંહજી હાઇસ્કુલ અને માળિયા મિયાણામાં મોટીબરાર મોડેલ સ્કૂલ ખાતે મતગણતરીનો પ્રારંભ

મોરબી જિલ્લામાં ગત તારીખ ૧૬ ફેબ્રુઆરીના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંતર્ગત વાંકાનેર, હળવદ, ચંદ્ર્પુર અને સરવડની બેઠકો ખાતે બહોળી સંખ્યામાં નાગરિકોએ મતદાન કર્યું હતું. સંપૂર્ણ રીતે શાંતિપૂર્ણ માહોલમાં આ ચૂંટણી પ્રક્રિયા સંપન્ન બની હતી.

આજરોજ તારીખ ૧૮/૦૨/૨૦૨૫ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી વાંકાનેરમાં અમરસિંહજી હાઈસ્કૂલ, હળવદમાં મોડલ સ્કૂલ, માળિયા મિયાણાના મોટીબરાર મોડલ સ્કુલમાં મતગણતરીની પ્રક્રિયાનો પ્રારંભ શાંતિપૂર્ણ રીતે થયો છે.

આ તકે સંબધિત અધિકારીઓ, ઉમેદવારોની ઉપસ્થિતિમાં મત ગણતરીની પ્રક્રિયા થઈ રહી છે

ઉલ્લેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકામાં ૬૩૧૮ પુરુષ અને પ૨૦૧ સ્ત્રી સહિત કુલ ૧૧, ૫૧૯ મતદારોએ મતદાન કરતા કુલ ૫૧.૫૨ ટકા મતદાન થયું હતું.

જ્યારે હળવદ નગરપાલિકાની ૭ વોર્ડની ચૂંટણીમાં ૨૮ બેઠકો માટે સવારથી જ મતદારોએ શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સાહભેર મતદાન કર્યું હતું. જેમાં ૯૫૧૯ પુરુષો અને ૭૯૫૪ સ્ત્રી મતદારો મળી કુલ ૧૭, ૪૭૩ મતદારોએ મતદાન કરતા ૬૩.૬૧ ટકા મતદાન કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પર ૫૮.૯૯ ટકા અને માળિયા મિયાણાની સરવડ બેઠક માટે ૬૩.૯૮ જેટલું ઊંચું મતદાન નોંધાયું હતું. એકંદરે જંગી સંખ્યામાં મોરબી વાસીઓએ મતદાન પ્રક્રિયામાં ભાગ લીધો હતો.

Back to top button
error: Content is protected !!