
વાત્સલ્યમ્ સમાચાર
દિપક પટેલ-ખેરગા
ચીખલી–પીપલગભાણ ખાતે આવેલી સાર્વજનિક હાઇસ્કૂલમાં ખેરગામ તાલુકાના અનેક ગામોના વિદ્યાર્થીઓ દરરોજ અવર જવર કરે છે. પરંતુ ઓછી બસ સેવા અને અનિયમિત સમયપાલનને કારણે વિદ્યાર્થીઓનો કિંમતી સમય બગડે છે અને તેમને રોજિંદો ત્રાસ વેઠવો પડે છે.શાળાનો સમય સવારે 10:30 વાગ્યે શરૂ થાય છે અને સાંજે 4:30 વાગ્યે છૂટે છે. પરંતુ શાળા છૂટ્યા બાદ ઘરે પહોંચવા પૂરતી અને સમયસર બસ ઉપલબ્ધ ન હોવાથી વિદ્યાર્થીઓને ૧ થી ૨ કલાક સુધી રાહ જોવી પડે છે, જેના કારણે અભ્યાસમાં ખલેલ પડે છે અને ઘરે પહોંચતાં રાત પડી જાય છે.ખાસ કરીને દીકરીઓ મોડા સુધી ઘરે ન પહોંચતા તમામ વાલીઓમાં સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે. અનેક વાલીઓએ જણાવ્યું છે કે તેમના સંતાનો સાંજે 6:30 થી 7:00 વાગ્યા પછી જ ઘરે પહોંચે છે અને ક્યારેક તો રાત પડી જાય છે, જે અત્યંત ચિંતાજનક છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની આ સમસ્યાને તાત્કાલિક ઉકેલવા બસોની સંખ્યા વધારવા, સમયસર ટ્રિપ શરૂ કરવા, તથા વિદ્યાર્થીઓ માટે વિશેષ રૂટ શરૂ કરવાની વાલીઓ તરફથી માંગ કરવામાં આવી રહી છે છે.“વિદ્યાર્થીઓની સલામતી અને સમયસર પરિવહનની ગંભીર સમસ્યાને ધ્યાનમાં લઈને તંત્ર તાત્કાલિક પગલાં લે અને ઉપરોક્ત કામગીરી શિઘ્ર અમલમાં મૂકે.”


