શ્રી વિનયવિદ્યા મંદિર થરા ખાતે ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી.
શ્રી વિનયવિદ્યા મંદિર થરા ખાતે ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી.

શ્રી વિનયવિદ્યા મંદિર થરા ખાતે ધોરણ-૧૦ ના વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી.
ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી કાંકરેજ આંજણા કેળવણી મંડળ સંચાલિત શ્રી વિનયવિદ્યા મંદિર મા ધોરણ ૧૦ ની બોર્ડની પરીક્ષા ના યુનિટ-૧ માં ૧૦ બ્લોકમાં ૩૦૦ અને યુનિટ-૨ માં ૬ બ્લોક ૧૮૦ મળી ટોટલ ૧૬ બ્લોકમાં કુલ ૪૮૦ વિદ્યાર્થીઓએ ૨૬ મી ફેબ્રુઆરી ૨૦૨૬ ને ગુરૂવારના રોજ શાંતિ પૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી હતી.સંસ્થાના પ્રમુખ અણદાભાઈ પટેલે પરીક્ષાર્થીઓને કંકુ તિલક કરી ચોકલેટ દ્વારા મ્હોં મીઠુ કરાવી પ્રવેશ આપી શાંતચિત્તે કોઈ પણ જાતની ચિંતા કર્યા વગર પરીક્ષા આપવા જણાવ્યું હતું.ત્યારે શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરી,પૂર્વ આચાર્ય માનસુંગભાઈ પટેલ,ચાંગા સરપંચ હરદાસભાઈ પટેલ,RSS તાલુકા કાર્યવાહક રમેશભાઈ પટેલ,ડામરભાઈ પટેલ, સવરમભાઈ પટેલ,વકીલ રાજેશભાઈ બારોટ, માંનસુંગભાઈ પટેલ ખસા,શ્રી સ્વસ્તિક વિધાલયના આચાર્ય અભુજી ઠાકોર,નાથાભાઈ પટેલ,દેવરાજભાઈ પટેલ, જેવરાજભાઈ પીલીયાતર, પ્રહલાદભાઈ ચૌધરી તેમજ સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહી બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
નટવર કે.પ્રજાપતિ, થરા
મો. 99795 21530





