આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો

13 જુલાઈ જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી.એલ. પરીખ કોલેજ ઑફ કોમર્સ, પાલનપુર ખાતે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર.આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે સંસ્થાના એન.એસ.એસ. યુનિટ અને એન. સી. સી. યુનિટ ના સંયુક્ત ઉપક્રમે “એક પેડ માં કે નામ” એક વૃક્ષ મા ના નામનું થીમ પર વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ જાગૃતિ ફેલાવવાનો અને વિદ્યાર્થીઓને વૃક્ષારોપણના મહત્વ વિશે સમજાવવાનો હતો. આ થીમ હેઠળ, દરેક વિદ્યાર્થીને પોતાની માતાના નામનું એક વૃક્ષ રોપવા અને તેનું જતન કરવાની પ્રેરણા આપવામાં આવી હતી.જેમાં બોરસલી, જાંબુ, સીતાફળી, જામફળી, લીંબુડી, કરેણ, જાસૂદ, ટગર વગેરે જેવા લગભગ 70 જેટલા નાના- મોટા વૃક્ષો કોલેજ પ્રાંગણમાં વાવવામાં આવ્યા. કાર્યક્રમમાં સંસ્થાના પ્રિન્સિપાલ શ્રી ડૉ. વાય.બી. ડબગર એ સહર્ષ હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમમાં 40 જેટલા એન.એસ.એસ સ્વયંસેવકો અને એન. સી. સી. કેડેટ્સ એ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. તથા ડૉ. સુરેશ પ્રજાપતિ, ડૉ. જે એન પટેલ અને ડૉ. શીતલ ચૌધરી વગેરે અધ્યાપકોએ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન એન.એસ.એસ. પ્રો. ઓ. પ્રા. આર. ડી. વરસાત તથા પ્રો. ઓ. ડૉ. અમી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું.





