ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયાની સફર કરાવાઈ.

ઝારોલા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓને વિજ્ઞાનની દુનિયાની સફર કરાવાઈ.
તાહિર મેમણ – આણંદ – 02 – 12 -2024 – આ જગતમાં લાખો જાતિઓની સજીવ સૃષ્ટિ પૈકી એક માનવ જાતિ જ એવી છે કે જેની પાસે ખૂબ પાવરફુલ મગજ છે. આ મગજનો ઉપયોગ કરીને માનવી પુરાતન પાછા યુગથી લઈને એ આઈ અને બી આઈ ની શોધ સુધી પહોંચી શક્યો છે. વિજ્ઞાન અને ટેકનોલોજી એકબીજાની પૂરક છે. વિજ્ઞાનનો ઉપયોગ કરીને નવી નવી ટેકનોલોજી નું સંશોધન થાય છે અને ટેકનોલોજીના સંશોધન બાદ તેમાં નવા સુધારા કરવા માટે વિજ્ઞાન સર્જાય છે. આવા તબક્કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો વધારો થાય , તેઓ વૈજ્ઞાનિક અભિગમ કેળવે, અને નવું નવું વિચારીને કંઈક નવું સંશોધન કરી શકે તે હેતુથી આણંદ જિલ્લાના બોરસદ તાલુકાના ઝારોલા ગામની હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ માટે શાળા કક્ષાએ વિજ્ઞાન મેળા યોજવામાં આવે છે તેમજ તેઓને બધું જ્ઞાન મળે તે હેતુથી તાજેતરમાં સી એસ સી વિદ્યાનગરના મિત્તલબેન ના ખુબ સારા સહકાર થકી ધોરણ 9 ,10 તથા 11, 12 વિજ્ઞાન પ્રવાહ ના બાળકો કે જેમને વિજ્ઞાનમાં વધારે રસ હોય તેમને અમદાવાદની સાયન્સ સીટી ની મુલાકાત કરાવાઈ હતી. લગભગ 7:00 કલાકે જેટલો સમય વિદ્યાર્થીઓ સાયન્સ સિટીમાં વિતાવી ખૂબ બારીકાઈથી નેચર પાર્ક, લાઈફ સાયન્સ પાર્ક, એનર્જી પાર્ક, એક્વેટિક ગેલેરી, રોબોટિક ગેલેરી, હોલ ઓફ સ્પેસ એન્ડ સાયન્સ, થ્રિલ રાઈડ વગેરેની મુલાકાત કરી ખુબ બારીકાઈથી દરેક વસ્તુનું નિરીક્ષણ કર્યું હતું. નેચર પાર્ક ના 37 પોઇન્ટ નું નિરીક્ષણ કરી તેના માર્ગદર્શક પ્રાંજલબેન દ્વારા પુછાયેલા પ્રશ્નોના ખૂબ સારા જવાબો આપતા ઘણા બધા વિદ્યાર્થીઓએ ઇનામ પ્રાપ્ત કર્યું હતું. શાળાના આચાર્યશ્રી નવીનભાઈ પટેલે તથા કેળવણી મંડળ ઝારોલાના સદસ્યોએ સાયન્સ સિટીમાં જઈને પણ શાળાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ તથા વિજ્ઞાન શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા




