કડાણા તાલુકાનો તાતરોલી પુલ ઉપર ભારદારી વાહનો તંત્ર દ્વારા બંધ કરાતા ચર્ચાનો વિષય.

મહીસાગર જિલ્લામાં આવેલમહીનદી પર મલેકપુર થી આટલવાડા જતાં વચ્ચે તાંતરોલી પુલ આવેલ છે.આ તાતરોલી પુલનું અંદાજે રુપિયા દોઢ કરોડ નાં ખર્ચે જાણવા મળતી માહિતી મુજબ વરસ 2024.2025 દરમ્યાન સમારકામ કરવામાં આવેલ છે અને આ રીપેરીંગ કામ હાલમાં જ પૂર્ણ થયું છે . તેમછતાં આ તાતરોલી પુલને ભારદારી વાહનો માટે બંધ કરવા ની તંત્રને જરૂર કેમ પડી તે એક ચચૉનો વિષય બનેલ છે.
રિપોર્ટર… અમીન કોઠારી મહીસાગર
આ પુલની રીપેરીંગ ની જે કામગીરી દોઢ કરોડ રૂપિયા નાં ખર્ચે હાલમાં જ પરીપૂર્ણ થાય તો તે કામગીરી કેવી કરાઈ હશે તે પણ એક તપાસ નો વિષય બનેલ છે ત્યારે રાજ્ય સરકાર ને વીજીલન્સ વિભાગ દ્વારા આ પુલની થયેલ રીપેરીંગ ની કામગીરી ની ગુણવત્તા ની ને આ રીપેરીંગ ની કામગીરી પ્લાન એસટીમેનટ મુજબ થયેલ છે કેમ તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થડૅપાટીદવારા કરાવાય તે જરૂરી છે.
ગંભીરા પુલની દુર્ઘટના બાદ જ વર્ષોથી કાર્યરત અનેક પુલ અચાનક બંધ કરવાની જરુરીયાત માગૅઅનેમકાન વિભાગ પંચાયત.સટેટ ને કેમ કરવી પડી ને આ પરીસ્થીતી કેમ સર્જાઈ ને અત્યાર સુધી આ જીલ્લા માં હાલમાં જ વાહનવ્યવહાર માટે બંધ કરાયેલ ને કેટલાક ભારદારી વાહનો માટે બંધ કરાયેલ પુલો ને અત્યાર સુધી કેમ કાયૅરત રખાયા? એ પણ આ જીલ્લા માં સૌથી વધુ ચર્ચાનો વિષય બનેલ છે. ત્યારે વિભાગ દ્વારા તે મુદ્દે તપાસ હાથ ધરાશે ખરી?
તાજેતરમાં ગંભીરા પુલની ઘટના બાદ રાજ્યના પુલોની સમીક્ષા કરવામાં આવી રહી છે જેમાં અનેક જૂના પુલો પર અવરજવર બંધ કરવામાં આવી રહી છે તો અનેક પુલ પર ભારદારી વાહનો પર અવરજવર બંધ કરવામાં આવી રહી છે. દુર્ઘટનાઓ ટાળવાના ભાગરૂપે તંત્ર હાલ સફાળુ જાગી પુરજોશમાં કામગીરી કરી રહ્યું છે. મહીસાગર જિલ્લામા તંત્ર દ્વારા જીલ્લામાં આવેલા તમામ પુલની સમીક્ષા કરવામાં આવી રહી છે તેવામાં મલેકપુર પાસે આવેલા તાંતરોલી પુલ પરથી ભારદારી વાહનોની અવરજવર બંધ કરવાનું જિલ્લા તંત્ર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ થતાં તાજેતરમાં દોઢ કરોડના ખર્ચે પૂર્ણ કરવામાં આવેલ સમારકામની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. જો કે બીજી તરફ માર્ગ અને મકાન વિભાગ દ્વારા કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવશે તે સંભવિત પરિસ્થિતિને ધ્યાને રાખી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવી રહ્યું છે પરંતુ હજુ ડેમ માત્ર 55 ટકા જેટલો ભરાયો છે અને હજુ પાણી છોડવાની સ્થિતિ આવતા લાંબો સમય નીકળે તેમ છે ત્યારે આટલો વહેલો ભારદારી વાહનો માટે કેમ પુલ બંધ કરવામાં આવ્યો તેવો અણીયાળો સવાલ તંત્રને ખૂંચી રહ્યો છે અને ગોળગોળ જવાબ મળી રહ્યા છે.
મહીસાગર જિલ્લાના તાંતરોલી બ્રિજનું સમારકામ ચાલુ વર્ષે રુ.1.47 કરોડના ખર્ચે ફેબ્રુઆરી માસમાં જ પુર્ણ કરવામાં આવ્યું હતું.દર વર્ષે ચોમાસા બાદ સમારકામ માટે પણ લાખો રુપિયા ખર્ચ કરવામાં આવતો હોય છે મહી નદી પરના આ બ્રિજનું નિર્માણ વર્ષ-1983 માં થયું હતું. આ બ્રિજ કડાણા તાલુકાના વચ્ચેના ગામો અને રાજસ્થાન તરફ જવાના માર્ગો માટે મહત્વનો છે.દર વર્ષે કડાણા ડેમમાથી છોડવામાં આવતા પાણીથી આ પુલ ડૂબાંણ મા જતા તેને અવરજવર માટે બંધ કરવામાં આવે છે અને વારંવાર તેને રિપેરિંગ કરવાની ફરજ પડતી હોય છે ગત વર્ષે માર્ગ અને મકાન વિભાગ દ્વારા આ તાતરોલી પુલમા ક્ષતિઓ સામે આવતા મરામતની કામગીરી માટે મંજુરી માંગી હતી જે મંજુરી મળતા આ કામગીરી રણજીત કન્ટ્રક્શન ને સોંપવામાં આવી હતી જેમા રૂપિયા 1.47 કરોડના ખર્ચે વેટિંગ કોટ, જેકેટીંગ,ગ્રેનાઇટિંગ તેમજ રીટર્ન વોલની કામગીરી ફેબ્રુઆરી 2025માં પૂર્ણ કરી હતી એટલે કે ચાર માસ અગાઉ જ કામગીરી પુર્ણ થઈ હતી પરંતુ ગંભીરા પુલ તૂટતાં મહીસાગર ના માર્ગ અને મકાન વિભાગનો વિશ્વાસ પણ તૂટ્યો હોય તેવું જોવા મળ્યું હતું અને ગભરાટમાં કડાણામાં પાણી આવશે અને પાણી છોડાશે અને પુલ ક્ષતિગ્રસ્ત થશે તેવી આશંકાઓ રાખીને કરોડોનાખર્ચ બાદ પણ આ બ્રિજ મોટા વાહનો માટે બંધ કરવાની અચાનક તંત્રને નોબત આવી છે અને અંદાજે પચ્ચાસ કરોડ નાં ખર્ચે નવીન પુલ બનાવવાની દરખાસ્ત પણ કરી દેવામાં આવી હોવાનું પણ જાણવા મળે છે ત્યારે દોઢ કરોડના ખર્ચે થયેલ સમારકામની કામગીરી અને ગંભીરા બ્રિજની દુર્ઘટના પછીનો ગભરાટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે માત્ર ચાર માસના ના ટુંકાગાળામાં કરોડો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયાની લાગણી સાથે ભ્રષ્ટાચાર થયાની આશંકા લોકો વ્યકત કરી રહ્યા છે. હાલમાં તંત્ર દ્વારા ઓવરબ્રિજ ઉપર બેરીકેટેડની આડશ મુકી ભારે વાહનો માટે પ્રવેશબંધી કરવામાં આવ્યો છે.
આ તાતરોલી પુલનું દોઢ કરોડ
ના ખર્ચે થયેલ રીપેરીંગ ની કામગીરી કરાયાં પછી પણ તંત્ર આ પુલ ભારદારી વાહનો માટે કેમ બંધ કરવાં નિણર્ય લીધો તે ભારે ચચૉ નો વિષય જીલ્લા માં બનેલ છે ? માર્ગ અને મકાન વિભાગના અધિકારીના ગોળગોળ જવાબથી તાંતરોલી પુલનો મામલો વધુ ગૂંચવાયો ને ચચૉ માં આવેલ છે.
મહીસાગર માર્ગ અને મકાન વિભાગ (સ્ટેટ) કાર્યપાલક ઈજનેરની દરખાસ્તને વંચાણે લઈ ગંભીરા બ્રીજ દુર્ઘટનાના પગલે કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાની ન સર્જાય તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી. વી. લટાએ બીજો હુકમ ન થાય ત્યાં સુધી અમલ થાય તે રીતે “તાંતરોલી બ્રીજ” ઉપરથી ભારે વાહનોની અવરજવર બંધ કરવા જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે.માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર વી કે ભાભોરના જણાવ્યા મુજબ ફલડના કારણે જ બે મહિના માટે સાવચેતીના કારણે માલવાહક વાહનોની અવરજવર બંધ કરવામાં આવી છે હાલ બ્રીજમાં કોઈ નુકસાન નથી દર વર્ષે ફલડ આવે ત્યારે પુલ બંધ કરતાં હોઈએ છે આ વખતે અગાઉથી બંધ કર્યું છે.
જો કે આ જિલ્લા તંત્રનો આ નિર્ણય ભેંસ ભાગોળે અને છાસ છાગોળે જેવો જણાઈ રહ્યો છે. કારણે હજુ ડેમ 45 ટકા જેટલો ખાલી છે આગામી એક દોઢ માસમાં પૂરનીપરી સ્થિતિ ઊભી થાય અને ડેમમાથી પાણી છોડાતા આ તાતરોલી પુલ પરથી પાણી ગયા પછી સંભવિત નુકસાન માટે અગાઉથી વિચારીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જણાવે છે. આગોતરું આયોજન સારી બાબત છે પણ આટલું બધુ આગોતરું કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે. અધિકારીઓનાં ગોળગોળ જવાબો ઉતાવળે લેવાઈ ગયેલા નિર્ણયને લોકોને ગળે ઉતારવા પૂરતા નથી.






