
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
પોલીસ અધિક્ષકે યુવકનો જીવ બચાવનાર GRD જવાનને પ્રશંસા પત્રથી સન્માનિત કરી,PI સહિતની ટીમની ઉમદા કામગીરીની બિરદાવી
અરવલ્લી: મેઘરજ તાલુકાના ઇસરી ગામેં ગત તા.28 જુલાઇના રોજ એક યુવાન અગમ્ય કારણોસર ૭૦ ફુટ ઉંડા અવાવરૂ કુવામાં પડ્યો હોવાની ઘટના સામે આવી હતી . કુવામાં ઇસરી પોલીસ સ્ટેશનના PI સહિતની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી પરિસ્થિતિની ગંભીરતા જોઇ આગવી શુઝબુઝથી કોઇપણ પ્રકારના ડર વગર ઉંડા કુવામાં પડેલા યુવાનને બચાવવા જીવના જોખમે કુવામાં રસ્સી ની મદદથી એક GRD જવાન ઉતરી પડ્યો હતો કુવામાં પડેલ યુવાનને શોધી બીજા પોલીસ જવાનોની મદદથી કુવામાં થી યુવાનને સલામત રીતે બહાર કાઢી યુવાનને તાત્કાલીક સારવાર મળી રહે તે સારૂ ૧૦૮ બોલાવી ઇસરીના સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આપી યુવકનો જીવ બચાવનારGRD જવાન કૌશિક કુમારને ઉત્કૃષ્ઠ કામગીરી બદલ અરવલ્લી પોલીસ અધિક્ષક શૈફાલી બારવાલે GRD જવાને પ્રશંસાપત્ર એનાયત કરી પોલીસ અધિકારી સહિત સમગ્ર ટીમની ઉમદા કામગીરીને બિરદાવી હતી.




