BODELICHHOTA UDAIPURGUJARAT

બોડેલીના ચાર રસ્તા પર ડમ્પર-બાઈક અકસ્માત, ચાલક કુશળતાથી બચ્યો

બોડેલીના ચાર રસ્તા વિસ્તારમાં આજે એક ડમ્પરે બાઈકને અડફેટે લેતા અકસ્માત બન્યો હતો. જોકે ઘટનાક્રમ દરમિયાન બાઈકચાલક સમયસર કૂદી જતા આબાદ બચી ગયો હતો, જેના કારણે મોટો જીવલેણ દુર્ઘટના ટળી હતી.બોડેલીમાં વધતા ટ્રાફિક અને ડંફરોની બેદરકારીથી દોડફરાટને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. ખાસ કરીને ચાર રસ્તા વિસ્તાર સૌથી વધુ જોખમી ઝોન બની રહ્યો છે.ઘટનાની જાણ થતાં જ પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી અને ટ્રાફિક સુચારુ બનાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.સ્થાનિક લોકો અનુસાર, જો સમયસર ટ્રાફિક નિયંત્રણ અને કડક કાર્યવાહી નહીં થાય તો આવી ઘટનાઓ આગળ વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે.

રિપોર્ટર તોસીફ ખત્રી

Back to top button
error: Content is protected !!