ભરૂચમાં શંકાસ્પદ વેસ્ટ મળ્યો: તપાસમાં કોલસાની થેલીઓ હોવાનું ખુલ્યું, ટેગ્રોસ કેમિકલ કંપની પાસેથી પાલિકાએ ₹3000નો દંડ વસૂલ્યો


સમીર પટેલ, ભરૂચ
ભરૂચમાં સ્થાનિય રહેવાસીઓએ રોડની બાજુમાં કોઈ બેજવાબદાર લોકો દ્વારા જાહેર માર્ગને અડીને શંકાસ્પદ થેલીઓનો જથ્થો કોઈ ઠાલવી જતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. આ અંગેની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકામાં કરતા જ મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ પોતાની ટીમ સાથે પહોંચી જતા અને સ્થળ પર તપાસ શરૂ કરી હતી.
આ બેગો જોતા તેના પર દહેજ સ્થિત આવેલી ટેગ્રોસ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ નામની કંપનીના લેબલ જોવા મળ્યા હતા.નગરપાલિકા દ્વારા સમગ્ર ઘટનાની માહિતી તાત્કાલિક ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ને આપી દેવામાં આવી હતી.જીપીસીબીની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી તેનું પરીક્ષણ પ્રક્રિયા હાથ ધરી હતી. તંત્રની પ્રાથમિક જાણકારી મુજબ, જો મળેલા કેમિકલ પદાર્થો ઝેરી કે જીવલેણ સાબિત થાય તો સંબંધિત કંપની સામે EPA (પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ) સહિત અન્ય કલમો હેઠળ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું.
જ્યારે વધુમાં અમે દહેજ ખાતે આવેલી ટેગ્રોસ કેમિકલ કંપનીના એચઆર હિતેશ શાહ સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે,આ બીજા કોઈએ નાખ્યું છે અમારા કંપનીના તેના ઉપરી અધિકારીને જણાવી દીધું તેઓ જીપીસીબીના અધિકારીને મળીને તપાસ કરશે.
આ અંગે જીપીસીબીના અધિકારી કે.એમ.વાઘમસી સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું જણાવ્યું હતું કે,આ અંગે અમે કંપનીનો સંપર્ક કરતા આ કેમિકલ વેસ્ટ નહી પણ ઇન્ડસ્ટ્રીઝે કોલના સેમ્પલ લીધેલા છે તેની થેલીઓ છે એટલે મુખ્ય અધિકારી સાથે વાતચીત કરી આ જે કંપનીનો હતો તે પાછો લેવડાવી તેની પાસેથી નગરપાલિકાએ 3000 હજારના દંડની પણ વસૂલાત કરી છે.



