દેશભરમાં યોજાઇ રહ્યુ છે “સ્વચ્છ ભારત મિશન”
જામખંભાળીયા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હિ સેવા -૨૫યોજાયુ
જામનગર (ભરત ભોગાયતા)
મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ કાર્યભાર સંભાળતાની સાથે જ વર્ષ ૨૦૧૪ થી રાષ્ટ્રવ્યાપી “સ્વચ્છ ભારત મિશન” નો પ્રારંભ કરાવ્યો હતો. આગામી તા.૨ ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતિના રોજ “સ્વચ્છ ભારત અભિયાન” ના ૧૧ વર્ષ પૂર્ણ થવા નિમિતે સમગ્ર દેશમાં “સ્વચ્છતા હી સેવા-૨૦૨૫” અભિયાનનું આયોજન કરાયું છે.
જેના ભાગરૂપે તા. ૨૫/૦૯/૨૦૨૫ ના રોજ ખંભાલીયા નગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા -૨૫” કાર્યક્રમ અંતર્ગત ખંભાલીયા શહેરના ખામનાથ મહાદેવ મંદિર” ખાતે શ્રમદાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ. જેમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના ઉપસચિવશ્રી(ફાયર) રણવીરસિંહ જેતાવત સાહેબ, પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોનના કાર્યપાલક ઇજનેર શ્રી હર્ષભાઈ ગોહેલ સાહેબ, દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ પ્રદેશપ્રમુખ શ્રી મયુરભાઈ ગઢવી, ખંભાળિયા નગરપાલિકાના પ્રમુખ સુશ્રી રચનાબેન એમ. મોટાણી, ખંભાળિયા નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી રાહુલકુમાર કે. કરમુર, ખંભાલીયા શહેર ભાજપ પ્રમુખ શ્રી મિલનભાઈ કીરતસાતા, ખંભાળિયા નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી વિષ્ણુભાઈ પતાણી, ખંભાળિયા નગરપાલિકાના કારોબારી ચેરમેન સુશ્રી રેખાબેન જે. ખેતિયા તથા અન્ય નગરપાલિકા સદસ્યશ્રીઓ, ચૂંટાયેલા અધ્યક્ષશ્રીઓ અને નગરપાલિકા સ્ટાફ ગણ આ કાર્યક્રમમાં હાજર રહીને શ્રમદાન કરવામાં આવેલ.
ત્યારબાદ ખંભાલીયા નગરપાલિકાના તમામ સફાઈ કામદારો માટે મેડીકલ હેલ્થ ચેકઅપનો કાર્યક્રમનું નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવેલ. જેમાં તમામ સફાઈ કામદારોને PPE કીટનું ઉપરોક્ત મહાનુભાવોના હસ્તકે વિતરણ કરવામાં આવ્યું.
_____________________
ભરત જી.ભોગાયતા
પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)
જામનગર- mo. 8758659878