BANASKANTHAGUJARATPALANPUR

સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા અહલ્યાબાઈ હોલકરની 300 મી જયંતિ ની અનોખી રીતે ઉજવણી કરાઇ

2 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

ભારતે દેશને વીરો આપ્યા એમ વીર વીરાંગનાઓ પણ આપી છે. ઇતિહાસના પાનામાં એવા વીર સપૂતો અને વીરાંગનાઓ છે કે જેમને આજે દિલથી યાદ કરવામાં આવે છે. આવા જ મરાઠા સામ્રાજ્યના મહારાણી અને સુબેદાર મલ્હારરાવ હોલકરના પુત્ર ખંડેરાવના પત્ની એટલે અહલ્યાબાઇ હોલકર અહલ્યાબાઈએ સોનાના સિંહાસન પર બેસીને રાજ્ય નથી કર્યું, પરંતુ સર્વસામાન્ય લોકોમાં હળીમળીને લોકોના હૃદયસિંહાસન પર રાજય કર્યુ . પોતાના રાજ્યમાં શાંતિ અને સુવ્યવસ્થા રાખીને તેમણે સમૃદ્ધિ નિર્માણ કરી. તેથી જ તેમને પુણ્યશ્લોક અહિલ્યાદેવી કહે છે. અહિલ્યાદેવીની પ્રાણજ્યોત ઉમરના ૭૦ મા વર્ષે બુઝાઈ ગઈ હતી. આવા જ અમર વીરાંગના અહિલ્યાબાઈ ને સ્મરણ કરીને પાલનપુરના સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ દ્વારા તેમના જીવન ચરિત્રની બાળકોને વેકેશન દરમિયાન માહિતી પૂરી પાડવામાં આવી હતી. ત્યારબાદ તારીખ 31 મેના રોજ તેમના જન્મદિન પ્રસંગે તેમના સ્મરણાર્થે તેમના જીવન ચરિત્રને લગતી પ્રશ્નોત્તરી ધરાવતી એક ઓનલાઇન પરીક્ષાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંકુલના તમામ બાળકો સહભાગી થયા હતા. આ શાળાના કુલ ૪૧૬ બાળકોએ આ વેકેશનનો સદુપયોગ કરી પોતાના ઘરે બેસીને આ પરીક્ષામાં જોડાયા હતા.
આ પરીક્ષામાં વિશિષ્ટ પ્રદર્શન કરનાર પ્રથમ 50 વિદ્યાર્થીઓને વિશેષ ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તમામ વિભાગના આચાર્ય અને સ્ટાફ મિત્રોના સહયોગથી કરવામાં આવ્યું હતું. જેમાં બાળકો અને વાલીઓનો ભૂતપૂર્વક સહયોગ સાંપડ્યો હતો.

Back to top button
error: Content is protected !!