મિંઢોળ થી સુરાશામળ જવાના માર્ગ તેમજ શિનોર ગરનાળાની વર્ષો ની સમસ્યાનો નિકાલ લાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ
ફૈઝ ખત્રી...શિનોર હવામાન વિભાગની આગાહી મુજબ ગતરોજ રાત્રીના સમયે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે સમગ્ર શિનોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો હતો.જેને લઇને મિંઢોળ ગામ નજીકથી પસાર થતી આહેણના પાણી મિંઢોળ થી સુરાશામળ જવાના માર્ગ પર એક ફુટ જેટલાં પાણી વહેતાં થયાં હતાં.આ દરમિયાન ત્યાંથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.ત્યારે અવાર નવાર મિંઢોળ થી સુરાશામળ જવાના માર્ગ પર આહેણ ના પાણી ફરી વળવાની સમસ્યાથી સ્થાનિક વાહન ચાલકો ત્રાહિઆમ પોકારી ઉઠ્યા છે.જેને લઇને સ્થાનિક વાહન ચાલકોમાં જવાબદાર તંત્ર સામે છૂપો રોષ જોવા મળ્યો હતો. જ્યારે હાલ મિંઢોળ થી સુરાશામળ માર્ગ પર નાં પાણી ઓસરી જતા વાહન વ્યવહાર ધમ ધમતો થયો છે. ઉલ્લેખનીય છેકે મિંઢોળ થી સુરાશામળ અને શિનોર રેલવે ગરનાળા ની વર્ષો જૂની સમસ્યા નો નિકાલ લાવવામાં સ્થાનિક નેતાગીરી સદંતર નિષ્ફળ નીવડી છે.