
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ.
કચ્છ,તા-૦૮ સપ્ટેમ્બર : કચ્છમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે તા.૭ ના ૮૧.૯મીમી તથા તા. ૮ના સવારે ૧૨ કલાક સુધી ૫૪.૬ મીમી સહિત કચ્છમાં અત્યાર સુધી મૌસમનો સરેરાશ ૬૧૫.૭ મીમી વરસાદ નોંધાયો છે.
કચ્છ જિલ્લાના તાલુકા વાઇસ વરસાદના આંકડા જોઇએ તો, લખપત તાલુકામાં કુલ ૪૮૦ મીમી, રાપરમાં તાલુકામાં કુલ ૮૭૩ મીમી, ભચાઉ તાલુકામાં તા કુલ ૬૪૪ મીમી, અંજાર કુલ ૫૭૫ મી, ભુજ તાલુકામાં કુલ ૬૧૩ મીમી, નખત્રાણા તાલુકામાં કુલ ૬૫૯, અબડાસા તાલુકામાં કુલ ૩૯૪ મીમી, માંડવી તાલુકામાં કુલ ૫૮૫ મીમી, મુંદરા તાલુકામાં ૬૧૦, ગાંધીધામ તાલુકામાં કુલ ૭૨૫ મીમી, આમ, કચ્છમાં તા.૭/૯ના કુલ ૮૧.૮ મીમી તથા તા. ૮/૯ના સવારે ૧૨ કલાક સુધીમાં ૫૪.૬ મીમી વરસાદ નોંધાયો છે. આમ કચ્છમાં કુલ મૌસમનો ૬૧૫.૭ મીમી વરસાદ નોંધાયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે ૧/૦૬/૨૦૨૪ થી ૩૦/૧૧/૨૦૨૪ સુધીમાં ૯૧૫.૧મીમી વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો હતો. અત્યાર સુધી માનવ મૃત્યુ, મકાન નુકશાન, રેસ્કયુ તથા પશુ મૃત્યુ નોંધાયું નથી.



