GUJARATJAMNAGAR CITY/ TALUKO

ફરજપરસ્ત જિ.પં. કર્મચારીનો નિવૃતિ બાદ સેવાનું લક્ષ્ય

જિલ્લા પંચાયત, જામનગર ખાતે નાયબ ચીટનીશ તરીકે કાર્યરત શ્રી હરીશભાઈ ઠાકર તા. 31-7-2025ના રોજ વય નિવૃત થયેલ છે,

જે પ્રસંગે અભિનંદન ! 👍
36 વર્ષ પહેલાં સરકારશ્રીમાં જુનીયર કારકુન તરીકે કારકિર્દીનો પ્રારંભ કરનાર શ્રી હરીશભાઈ શરૂઆતથી “ઠાકર અદા” ની માનદ પદવી સાથે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવનાર, સામેની વ્યકિત સાથે સંવેદના પૂર્વક વાણી-વર્તનનું આચરણ કરનાર, સતત શીખવાની ધગશ સાથે સૌને માર્ગદર્શન આપનાર, અધિકારીશ્રીઓ-પદાધિકારીશ્રી અને નાના-મોટા સૌ કર્મચારીઓશ્રીઓ સાથે અંગત ધરોબો કેળવનાર, સરકારશ્રીની સેવા સાથે વિવિધ મંડળીઓ તથા જ્ઞાતિ સેવા સાથે સમાજ સેવાને સાંકળી લેનાર શ્રી હરીશભાઈ ઠાકરને નિવૃતિ પ્રસંગે અભિનંદન તથા નિવૃતિ પછી પણ સ્વસ્થ આરોગ્ય સાથે તેઓશ્રીની જાણકારી-જ્ઞાનનો લાભ સરકારશ્રી-જ્ઞાતિ-સમાજને આપતાં રહે તેવી શુભકામનાઓ સાથે અભિનંદન ! ! 👍

Back to top button
error: Content is protected !!