મહીસાગર જિલ્લામાં થયેલ ટાસ્ક ફોર્સ દ્વારા બાળ તથા તરુણ મજૂરી નાબૂદ કરવા માટે સક્રિયતા દાખવવા માંગ ઉઠી.

બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય ને સાથૅક કરવા મહીસાગર જિલ્લામાં થયેલ ટાસ્ક ફોર્સ દ્વારા સક્રિયતા દાખવવા માંગ…
અમીન કોઠારી મહીસાગર
તા.૩/૧૨/૨૪
તાજેતરમાં મહીસાગર જિલ્લામાં નિયુક્ત થયેલ ટાસક ફોસૅ દ્વારા
ખાનપુર તાલુકામાં વડાગામ હોટલ આશિર્વાદ ખાતે આકસ્મિક તપાસણી કરતાં 02 (બે) તરૂણ સગીર શ્રમિક મળી આવેલ હતા
અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, બાળ તથા તરૂણ મજુરી નાબૂદ કરવાના ધ્યેય સાથે મહીસાગર જિલ્લામાં નિયુકત થયેલ ટાસ્ક ફોર્સના સભ્યો દ્વારા ઇ. ચા. સરકારી શ્રમ અધિકારી પી. કે. બારીઆના રાહબરી હેઠળ બાળ તથા તરૂણ શ્રમયોગીઓને કામ પરથી મુકત કરાવવા માટે ખાનપુર તાલુકામાં આકસ્મિક દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. જેમાં ખાનપુર તાલુકામાં વડાગામ, હોટલ આશિર્વાદ ખાતેથી 02(બે) તરૂણ શ્રમિક મળી આવેલ હતા. સંસ્થાના માલિકને બાળ અને તરૂણ શ્રમયોગી અધિનિયમ 1986 અને તે હેઠળના ગુજરાતના નિયમો અંતર્ગતની તપાસ નોંધ પાઠવવામાં આવેલ છે. જેની સમય મર્યાદામાં પુર્તતા ન કર્યેથી સંસ્થા સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
આ સમગ્ર કાર્યવાહીમાં ઇ. ચા. સરકારી શ્રમ અધિકારી પી. કે. બારીઆ,જિલ્લા બાળ સુરક્ષા અધિકારી જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા રોજગાર અધિકારીની કચેરીના અધિકારી / કર્મચારીઓએ ભાગ લીધેલ હતો. આ ખાતા દ્વારા સઘન રીતે આ પ્રકારની કાર્યવાહી સમગ્ર મહીસાગર જિલ્લા નાં તમામ તાલુકાઓમાં સરપ્રાઈઝ દરોડા પાડી ને ઝુંબેશ તટસ્થ રીતે કામગીરી હાથ ધરવામાં આવે તોજ બાળમજુરી અટકાવવા માં સફળતાની આશા રહે….
બાળમજૂરી અટકે ને સગીર વયનાં બાળકો નું શોષણ અટકાવવા સરકાર અને જીલ્લા વહીવટી તંત્ર ને વિભાગ દ્વારા સમયાંતરે અવારનવાર તપાસણી કરાય તે જરૂરી જણાય છે.


